Another infiltration attempt in Kashmir failed
રવિવારે કિશ્તવાડના નવાપચી ખાતે ભારતીય સેના અને જમ્મુ અને કાશ્મીર પોલીસ દ્વારા સંયુક્ત રીતે હાથ ધરવામાં આવેલા સર્ચ ઓપરેશન દરમિયાન શસ્ત્રો, દારૂગોળો અને યુદ્ધ જેવા સ્ટોર્સનો જથ્થો મળી આવ્યો છે. (ANI ફોટો)

પાકિસ્તાન પ્રેરિત આતંકવાદથી પીડિત જમ્મુ અને કાશ્મીરના પૂંચ જિલ્લામાં અંકુશ રેખા પર ભારતીય આર્મીએ એક અઠવાડિયામાં ઘૂસણખોરીના બીજા મોટા પ્રયાસને નિષ્ફળ બનાવ્યો હતો અને  ખાતક સશસ્ત્ર સાથે ધુસેલા બે આતંકવાદીઓ ઠાર કર્યા હતા. તેમની પાસેથી જંગી પ્રમાણમાં શસ્ત્રો અને દારુગોળો મળી આવ્યો હતો, જેમાં બે એકે એસોલ્ટ રાઇફલ, એક ચાઇનીઝ પિસ્તોલ, બે ચાઇનીઝ હેન્ડગ્રેનેડ અને બે હાઇ એક્સપ્લોસિવ આઇઇડી મળ્યા હતા.

ભારતીય આર્મીના પ્રવક્તાએ જણાવ્યું હતું કે સાંજે 7 વાગ્યે (શનિવારે), એલર્ટ સૈનિકોને બાલાકોટ સેક્ટરમાં એલઓસી પર બે ઘૂસણખોરોની શંકાસ્પદ હિલચાલ જોવા મળી હતી. તેનાથી એલઓસી અને સીમા પરની વાડ પરના સૈનિકોને સતર્ક કરાયા હતા. આ પછી સુરંગ વિસ્ફોટ થયો હતો અને પછી ત્રાસવાદીઓએ ધૂસખોરીનો પ્રયાસ કર્યો હતો. તે સમયે સૈનિકોએ ફાયરિંગ કર્યું હતું.આર્મીએ કોર્ડન કરાયેલા વિસ્તારમાં કડક તકેદારી જાળવવા માટે ક્વાડકોપ્ટર અને અન્ય સર્વેલન્સ ઉપકરણો કાર્યરત કરાયા હતા. આ પછી સર્ચ કાર્યવાહી કરાઈ હતી અને તેમાં બે ત્રાસવાદીના મૃતદેહ મળી આવ્યા હતા.અગાઉ પહેલા 29 ડિસેમ્બરે આર્મીએ કૃષ્ણા ઘાટી સેક્ટરમાં ઘૂસણખોરીના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો હતો.

 

LEAVE A REPLY

three × 3 =