ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી ટૂંકસમયમાં આવી રહી છે ત્યારે અરવિંદ કેજરીવાલના આગેવાની હેઠળની આમ આદમી પાર્ટીએ ગુરુવારે 20 ઉમેદવારો સાથે છઠ્ઠી યાદી જાહેર કરી હતી. અત્યાર સુધી આમ આદમી પાર્ટીએ વિધાનસભાની કુલ 182 બેઠકોમાંથી 73 બેઠક માટે પોતાના ઉમેદવારોના નામ જાહેર કરાયા છે.
પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીયાએ સોશિયલ મીડિયાના માધ્યમથી વધુ 20 ઉમેદવારોની યાદી જાહેર કરી હતી. ગુજરાતન વર્તમાન મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની ઘાટલોડિયા બેઠક પર પણ આપે વિજય પટેલને ટિકિટ આપી છે. પૂર્વ મુખ્યપ્રધાન નીતિન પટેલની મહેસાણા બેઠક પરથી આમ આદમી પાર્ટીએ ભગત પટેલને ઊભા રાખ્યા છે. ઉપરાંત કોંગ્રેસના દિગ્ગજ નેતા અને ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીની સામે વડગામથી દલપય ભાટિયાનું નામ જાહેર કર્યું છે.
પાર્ટીએ કચ્છની રાપર બેઠક પરથી અંબાભાઈ પટેલ, વડગામથી દલપત ભાટિયા, મહેસાણાથી ભગત પટેલ, વિજાપુરથી ચિરાગભાઈ પટેલ, ભિલોડાથી રૂપસિંહ ભગોડા, બાયડથી ચુનીભાઈ પટેલ, પ્રાંતિજથી અલ્પેશભાઈ પટેલ, ઘાટલોડિયાથી વિજયભાઈ પટેલ, જુનાગઢથી ચેતનભાઈ ગજેરા, વિસાવદરથી ભુપતભાઈ ભયાનીને ઉમેદવાર બનાવ્યા છે. 20 ઉમેદવારમાંથી નવ ઉમેદવાર પટેલ સમાજના છે













