નવી દિલ્હીમાં 74માં આર્મી ડે પરેડમાં ચીફ ઓફ આર્મી સ્ટાફ જનરલ એમ એમ નરવણે (ANI Photo/Rahul Singh)

ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 15 જાન્યુઆરીએ સૈન્ય દિવસ પર ભારતીય આર્મીને શુભેચ્છા પાઠવી હતી. આ પ્રસંગે મોદીએ જણાવ્યું હતું કે ભારતની સૈના તેની બહાદૂરી અને પ્રોફેશનાલિઝમ માટે પ્રખ્યાત છે અને દેશની સુરક્ષામાં તેના અમૂલ્ય યોગદાનનું વર્ણન કરવા માટે શબ્દો પૂરતા નથી. ભારતીય સૈના દુર્ગમ પહાડોમાં બજાવે છે અને માનવીય કટોકટી દરમિયાન નાગરિકોને મદદ કરવામાં પણ મોખરે રહે છે. વિદેશમાં શાંતી મિશનમાં પણ આર્મી ઉત્કૃષ્ટ સેવા કરે છે, જેનો દેશને ગર્વ છે. રાષ્ટ્રપતિ કોવિંદે જણાવ્યું હતું કે આર્મી રાષ્ટ્રીય સુરક્ષા સુનિશ્ચિત કરવામાં મહત્ત્વપૂર્ણ છે અને દેશ તેમનો ઋણી છે.