ખાલિસ્તાની આતંકી નિજ્જરની હત્યાના મામલે ભારત અને કેનેડાના વિવાદ વચ્ચે ભારતની આતંક વિરોધી એજન્સી નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઇએ)એ શનિવારે પ્રતિબંધિત અલગતાવાદી સંગઠન શીખ ફોર જસ્ટિસના વડા ગુરપતવંત સિંહ પન્નુનની ચંદીગઢ અને અમૃતસર ખાતેની જમીન અને ઘર સહિતની સંપત્તિ જપ્ત કરી હતી. ભારતમાં પન્નુન સામે રાજદ્રોહ સહિતના 22 ગુનાહિત કેસો છે.

પંજાબનાં અમૃતસર અને ચંડીગઢમાં આવેલી પન્નુની જમીન અને ઘરને જપ્ત કરાયા હતા.  પોતાને શીખ ફોર જસ્ટિસનો પ્રમુખ ગણાવતો પન્નુ કેનેડા અને અન્ય દેશોમાં રહીને ભારત વિરોધી કૃત્યો માટે કુખ્યાત છે. અમૃતસરના ખાનકોટ ગામમાં આવેલી પન્નુની ૫.૭ એકર ખેતીની જમીન જપ્ત કરાઈ હતી. પન્નુ અવાર નવાર પંજાબના યુવાઓને સોશિયલ મીડિયાના માધ્યમથી દેશ સામે ભડકાવતો રહ્યો છે. તેણે થોડા દિવસ પહેલા જ કેનેડામાં રહેતા હિન્દુઓને ધમકી આપી હતી અને તેમને કેનેડા ખાલી કરી ભારત જતા રહેવા કહ્યું હતું.

LEAVE A REPLY