The appointment of Medha Raj to head the White House's Climate Policy Office
(istockphoto.com)

અમેરિકામાં હિન્દુઓ અને હિન્દુ ધર્મના યોગદાનની ખુશીમાં, એક પ્રતિષ્ઠિત ઇન્ડિયન અમેરિકન કોંગ્રેસમેને હિન્દુફોબિયા, હિન્દુ વિરોધી ધર્માંધતા, તિરસ્કાર અને અસહિષ્ણુતાને વખોડતો ઠરાવ હાઉસ ઓફ રીપ્રેઝન્ટેટિવ્ઝમાં રજૂ કર્યો હતો.

કોંગ્રેસમેન શ્રી થાનેદાર દ્વારા બુધવારે રજૂ કરાયેલ આ ઠરાવને હાઉસ કમિટી ઓન ઓવરસાઇટ એન્ડ એકાઉન્ટેબિલિટીને મોકલવામાં આવ્યો છે. આ ઠરાવમાં જણાવવામાં આવ્યું છે કે, અમેરિકામાં હિન્દુઓનું સકારાત્મક યોગદાન હોવા છતાં, હિન્દુ અમેરિકનો તેમની વિરાસત અને પ્રતીકો વિશે રૂઢીવાદી અને દુષ્પ્રચારનો સામનો કરે છે અને તે સ્કૂલો-કોલેજોમાં ગુંડાગીરી, ભેદભાવ, તિરસ્કારપૂર્ણ પ્રવચન અને પૂર્વગ્રહથી પ્રેરિત ગુનાઓ છે.

ઠરાવમાં વધુમાં જણાવવામાં આવ્યું હતું કે, એફબીઆઈના હેઇટ ક્રાઈમ્સના આંકડાકીય રીપોર્ટમાં જણાવ્યા પ્રમાણે, મંદિરો અને લોકોને નિશાન બનાવતા હિન્દુ વિરોધી તિરસ્કારના ગુનાઓ વાર્ષિક દરે વધી રહ્યા છે ત્યારે તેની સાથોસાથ અમેરિકન સમાજમાં પણ કમનસીબે હિન્દુફોબિયા વધી રહ્યો છે. અમેરિકાએ 1900ના દસકાથી વિશ્વના ખૂણેખૂણેથી 40 લાખથી વધુ હિન્દુઓનું સ્વાગત કર્યું છે, જે વિવિધ વંશીય, ભાષાકીય અને વંશીય પૃષ્ઠભૂમિનું પ્રતિનિધિત્વ કરે છે. ઠરાવમાં ભારપૂર્વક કહેવામાં આવ્યું છે કે દેશને રાષ્ટ્રની અર્થવ્યવસ્થા અને દરેક ઉદ્યોગના પાસાઓમાં હિન્દુ અમેરિકનોના યોગદાનથી ઘણો ફાયદો થયો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગત મહિને ઇન્ડિયન અમેરિકન કોંગ્રેસમેન રાજા કૃષ્ણમૂર્તિ, રો ખન્ના, થાનેદાર, એમી બેરા અને પ્રમિલા જયપાલે ડીપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસને પત્ર લખીને દેશભરમાં મંદિરો-ધાર્મિક સ્થાનોમાં તોડફોડની ઘટનાઓમાં ચિંતાજનક રીતે વધારો થવા અંગે તપાસની સ્થિતિ અંગે માહિતી આપવા વિનંતી કરી હતી.

LEAVE A REPLY

17 − sixteen =