પાકિસ્તાનના ક્રિકેટર બાબર આઝમ (Photo by Nathan Stirk/Getty Images)

પાકિસ્તાની ક્રિકેટ ટીમના કેપ્ટન બાબર આઝમે હાલમાં રમાઈ રહેલી વેસ્ટ ઈન્ડિઝ સામેની શ્રેણીમાં એક નવો જ વર્લ્ડ રેકોર્ડ કર્યો હતો. ગયા સપ્તાહે શનિવારે આઝમે બાબર આઝમે સતત નવ મેચમાં 50થી વધુ રન કર્યા હતા. પુરુષ વન-ડે ક્રિકેટ ઈતિહાસમાં સળંગ 9 મેચમાં હાફ સેન્ચુરીનો આ વિશિષ્ટ રેકોર્ડ છે. બાબર આઝમ જો કે, ત્રણેય ફોર્મેટમાં રન શાનદાર બેટિંગ કરી રહ્યો છે. છેલ્લી 9 ઈનિંગમાં તેણે ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટમાં 196, 67 અને 55 રન કર્યા હતા. એ પછી ઓસ્ટ્રેલિયાની સામે ત્રણ વન-ડેમાં તેણે 57, 114 અને 105 રન કર્યા હતા. ઓસ્ટ્રેલિયા સામે જ એક માત્ર ટી-20 મેચમાં તેણે 66 રન કર્યા હતા.

અને હવે વેસ્ટ ઈન્ડિઝ સામે પણ તે જોરદાર ફોર્મમાં છે. બાબરે પ્રથમ વન-ડેમાં 103 અને બીજી મેચમાં 77 રન કર્યા છે.  બાબરનો વન-ડેમાં 88 મેચમાં 60ની એવરેજથી 4,441 રનનો પ્રભાવશાળી દેખાવ છે. તેણે 17 સદી અને 19 અડધી સદી ફટકારી છે. પુરુષોની વન-ડે ક્રિકેટમાં ફક્ત 3 ખેલાડીઓ 60થી વધુની એવરેજ ધરાવે છે. તેમાં દ. આફ્રિકાના રાસી વાન ડર ડુસે અને નેધરલેન્ડના રેયાનનો સમાવેશ થાય છે.