Violent comments against BBC series attacking PM Modi
ANI

BBC ટુ પર તા. 17ના રોજ મંગળવારે રાત્રે દર્શાવવામાં આવેલી “ભારતઃ ધ મોદી ક્વેશ્ચન” નામની નવી બે ભાગની ટીવી ડોક્મેન્ટરીનો પ્રથમ ભાગ દર્શાવવામાં આવ્યા બાદ બ્રિટનમાં વસતા ભારતીયોમાં જબરદસ્ત આક્રોશ ઉભો થયો છે. લેસ્ટરની હિંસા વખતે કહેવાતા ખોટા આક્ષેપો દર્શાવનાર બીબીસી ભારતીયો અને હિન્દુઓની વિરોધી બની યુકેમાં છબી બગાડી રહી હોવાના અને અવારનવાર નુકશાન પહોંચાડી રહી હોવાના દાવાઓ સાથે સોસ્યલ મીડીયામાં વ્યાપક આક્રોશ વ્યક્ત કરાઇ રહ્યો છે.

“ભારતીય વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ભારતની મુસ્લિમ લઘુમતી વચ્ચેના તણાવ પર એક નજર’’ નું શિર્ષક ધરાવતી સીરીઝમાં ગુજરાતના 2002ના રમખાણોમાં વડા પ્રધાન મોદીની ભૂમિકા અંગેના દાવાઓની કહેવાતી તપાસ કરાઇ છે, જેમાં એક હજારથી વધુ લોકો માર્યા ગયા હતા.”

ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના અહેવાલમાં જણાવાયું હતું કે ઈન્ડિક સોસાયટીના સ્થાપક સભ્ય અને તાજેતરમાં લંડનમાં બીબીસીની બહાર તેના “ભારત વિરોધી પક્ષપાત” બાબતે વિરોધ પ્રદર્શનનું આયોજન કરનારા બ્રિટિશ ભારતીય અદિત કોઠારીએ જણાવ્યું હતું કે “શ્રેણીનો હેતુ આગામી 2024ની ચૂંટણીના સંબંધમાં ભારતના શહેરી વસ્તીના એક ભાગને પ્રભાવિત કરવાનો હોવાનું જણાય છે. ભારતમાં બીબીસીનો વપરાશ ખૂબ જ મર્યાદિત હોવા છતાં, આ ડોક્યુમેન્ટ્રી ભારતના મીડિયાને દારૂગોળો પૂરો પાડશે અને બીબીસીની અગાઉની વિશ્વસનીયતાનો ઉપયોગ આ મુદ્દાનો વિરોધ કરવ માટે કરાશે. બીજા ભાગમાં મોદીને અસહિષ્ણુ તરીકે દર્શાવવામાં આવે છે જેઓ મુસ્લિમો સાથે ખરાબ વર્તન કરે છે.’’

તેમણે ઉમેર્યું હતું કે “ઘરેલું રીતે, આ બાબતને યુકેમાં ડાબેરી વલણ ધરાવતા ઉદારવાદી બૌદ્ધિકો દ્વારા ટોરી પાર્ટી અને ઋષિ સુનક પરના સીધા હુમલા તરીકે જોવું જોઈએ. બીબીસી દાયકાઓથી ભારત વિરોધી છે પરંતુ તાજેતરના વર્ષોમાં તે મોદી વિરોધી અને હિંદુ વિરોધી બની ગયું છે. કારણ કે ભારતીય પીએમ મોદી તેમના અગાઉના પુરોગામીઓની જેમ વિદેશમાં ભણેલા છટાદાર અંગ્રેજી વક્તાની તેમની વ્યાખ્યામાં બંધબેસતા નથી અને ભારતીય રાજનીતિમાં દાયકાઓ સુધી ચાલતા સંસ્થાનવાદી હેંગઓવરથી અલગ છે.”

ટ્વિટર પર લોકોએ બીબીસીને ટેગ કરીને ઉગ્ર પ્રતિક્રિયા આપી લોકોએ પ્રશ્નોનો મારો ચલાવ્યો હતો. ભારતીય મૂળના એક વ્યક્તિએ ટ્વીટ કરતાં જણાવ્યું હતું કે બીબીસીએ બંગાળના દુકાળ બાબાતે “યુકે: ધ ચર્ચિલ ક્વેશ્ચન્સ” નામની શ્રેણી ચલાવવી જોઈએ. તો બીજાએ કહ્યું હતું કે બીબીસીએ યુકેની સમસ્યાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ કારણ કે બ્રિટન ભારતથી પાછળ પડી ગયું છે.’’

બ્રિટનમાં રહેતા ભારતીયો અને હિન્દુઓના મતે બીબીસી મોદી અને ભારત સામે એક ગંભીર રમખાણોનો ઉપયોગ કરી લોકોના ઘાવ તાજા કરી રહ્યું છે અને ભારતીયો અને હિન્દુઓની છબીને બગાડી રહ્યું છે તેમજ યુકેમાં હિન્દુ મુસ્લિમોને લડાવી રહ્યું છે.

યુકેના કરદાતાઓ દ્વારા ટીવીની લાયસન્સ ફી તરીકે જેને ભંડોળ પૂરું પાડવામાં આવે છે તે બીબીસી દ્વારા આ સીરીઝને “ભારતીય પીએમ નરેન્દ્ર મોદી અને ભારતના મુસ્લિમો વચ્ચેના તણાવ તથા તેમની વચ્ચેના મુશ્કેલીભર્યા સંબંધો તરીકે વર્ગીકૃત કરવામાં આવી રહી છે. આ સીરિઝનો બીજો ભાગ, આવતા મંગળવારે પ્રસારિત થવાનો છે.

હિન્દુઓ અને બ્રિટીશ ભારતીયોના અધિકારો માટે કામ કરતી સંસ્થા ઇનસાઇટ યુકેએ જણાવ્યું હતું કે, “અમે બીબીસીની દૂષિત ડોક્યુમેન્ટરી ‘ઇન્ડિયાઃ ધ મોદી ક્વેશ્ચન’ની સખત નિંદા કરીએ છીએ. સેમિટિઝમ, હિંદુ વિરોધ અને ભારત વિરોધી પૂર્વગ્રહોથી છિન્નભિન્ન BBCએ ઘણા દર્શકોને ગુમાવ્યા છે અને છતાં પરિણામ અથવા જવાબદારી વિના તેમની નફરત ફેલાવવાનું ચાલુ રાખ્યું છે.”

અન્ય ડાયસ્પોરા જૂથોએ પણ આ ડોક્યુમેન્ટરીની નિંદા કરવા માટે સોશિયલ મીડિયા પર મોરચો માંડ્યો છે.

LEAVE A REPLY

thirteen − nine =