(ANI Photo)
  • અમિત રોય દ્વારા

2002ના ગુજરાત રમખાણોમાં નરેન્દ્ર મોદીને સંડોવતી BBCની એક ડોક્યુમેન્ટરીને ભારતીય વડાપ્રધાનને બદનામ કરવાના હેતુથી કરાયેલ એક “હેટચેટ જોબ” તરીકે નિંદા કરવામાં આવી રહી છે.

1979 થી 2015 સુધી મોટી મુસ્લિમ વસ્તી ધરાવતા બ્લેકબર્નના લેબર સાંસદ જેક સ્ટ્રો, તે સમયે ફોરેન સેક્રેટરી હતા. તેમણે પ્રોગ્રામમાં કહ્યું હતું કે “હું ગુજરાતના રમખાણો વિશે ખૂબ જ ચિંતિત હતો. હું ખૂબ જ અંગત રસ લઈ રહ્યો હતો, કારણ કે ભારત ખરેખર એક મહત્વપૂર્ણ દેશ છે જેની સાથે આપણા સંબંધો છે. અમારે તેને ખૂબ જ કાળજીપૂર્વક હેન્ડલ કરવાનું હતું. અમારી ટીમે ગુજરાતમાં જઈને શું થયું હતું તે જાતે શોધી કાઢ્યું હતું અને સંપૂર્ણ અહેવાલ તૈયાર કર્યો હતો. જે ખૂબ જ આઘાતજનક હતો. તેમાં ખૂબ જ ગંભીર દાવાઓ કરાયા હતા કે મુખ્ય પ્રધાન મોદીએ પોલીસને પાછા ખેંચવામાં અને હિંદુ ઉગ્રવાદીઓને મૌન રહીને પ્રોત્સાહિત કરવામાં ખૂબ સક્રિય ભાગ ભજવ્યો હતો. અમે ક્યારેય ભારત સાથે રાજદ્વારી સંબંધો તોડવાના નથી. પરંતુ તે દેખીતી રીતે તેની પ્રતિષ્ઠા પર ડાઘ છે. તેમાંથી બહાર નીકળવાનો કોઈ રસ્તો નથી.”

આ કાર્યક્રમે મોદીના સમર્થકો અને ટીકાકારો વચ્ચે રાજકીય અભિપ્રાયનું ધ્રુવીકરણ કર્યું છે. કેટલાક માટે તે સેન્સરશીપનો મુદ્દો બની ગયો છે. હૈદરાબાદ યુનિવર્સિટીમાં સ્ટુડન્ટ ફ્રેટરનિટી મૂવમેન્ટના પ્રમુખ અફસલ હુસૈને આ સીરીઝનું સ્ક્રિનિંગ કરતા 100થી વધુ વિદ્યાર્થીઓએ હાજરી આપી હતી. તેમણે ભારત સરકારના પ્રતિબંધને “સરકારની કાર્યવાહી અભિવ્યક્તિની સ્વતંત્રતા પર હુમલો છે તેમ કહ્યું હતું.

પરંતુ બીજી તરફ એક અખબારી લેખમાં, અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર તારિક મન્સૂરે દલીલ કરી હતી કે “વિશ્વની સૌથી મોટી લોકશાહીના વડા પ્રધાનને અવિચારી રીતે નિશાન બનાવવાની ઘણી કસોટીઓ નિષ્ફળ જાય છે. પ્રથમ, સીરીઝ ભારતીય ન્યાયતંત્ર માટે સંપૂર્ણ તિરસ્કાર દર્શાવે છે. 2002ના રમખાણો અંગે ભારતની સુપ્રીમ કોર્ટે તપાસ માટે SIT (સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ)ની રચના કરી હતી. જેમાં નરેન્દ્ર મોદીને ક્લીનચીટ આપવામાં આવી હતી. અલગ-અલગ રિવ્યુ પિટિશન પણ અસમર્થ જણાઈ છે. શું બીબીસી પોતાને ભારતના ન્યાયતંત્રથી ઉપર માને છે? મુસ્લિમો, ખાસ કરીને મહિલાઓ સાથેની મારી વાતચીતમાં, મને ટ્રિપલ તલાકની પ્રાચીન પ્રથા નાબૂદ કરવા બદલ પીએમ મોદીની ખૂબ પ્રશંસા મળી છે.”

આ ઉપરાંત, 302 જેટલા ભૂતપૂર્વ જજો, ભૂતપૂર્વ અમલદારો અને નિવૃત્ત સૈનિકોના જૂથે બીબીસી ડોક્યુમેન્ટરીને “અમારા નેતા, સાથી ભારતીય અને દેશભક્ત વિરુદ્ધ પ્રેરિત ચાર્જશીટ” અને “ઉનમાં રંગાયેલી નકારાત્મકતા અને નિરંતરતાનું પ્રતિબિંબ” તરીકે નિંદા કરી છે.

આખી સીરીઝમાં પત્રકાર અને ભાજપના રાજ્યસભાના સભ્ય, સ્વપન દાસગુપ્તા ડોક્યુમેન્ટરીમાં મોદીના બચાવમાં બોલનાર એકમાત્ર વ્યક્તિ હતા. તેમણે ભારતીય ટેલિવિઝન, ટાઇમ્સ નાઉ સાથેની એક મુલાકાતમાં ખુલાસો કર્યો હતો કે  “મને કહેવામાં આવ્યું હતું કે તેઓ મોદીના નેતૃત્વમાં ભારત પર એક ડોક્યુમેન્ટ્રી બનાવી રહ્યા છે, જ્યાં તેઓ 2002ના ગુજરાત રમખાણો સાથેના તેમના સંબંધોને પણ આકસ્મિક રીતે જોશે. હવે પ્રથમ ભાગ ફક્ત 2002ના રમખાણો વિશે હતો, જે ચોક્કસપણે મૂળ વિચારનો ભાગ ન હતો. કાર્યક્રમમાં સંતુલન છે તેવી છાપ આપવા માટે મારા કેટલાક અવતરણોનો સમાવેશ કરાયો હતો. તે માત્ર એક પ્રકારનું પ્રો ફોર્મા હતું. તેમને બતાવવું હતું અને દલીલનો મુખ્ય ભાર એ હતો કે મોદી દોષિત છે. મને લાગે છે કે તે એક હેટચેટ કામ હતું.’’

દાસગુપ્તાએ જણાવ્યું હતું કે ‘’ડોક્યુમેન્ટરી એવી પૂર્વધારણા સાથે નિર્ધારિત કરાઇ હતી કે મોદી દોષિત છે અને તેઓ એ દર્શાવવા માગતા હતા કે મિસ્ટર મોદીને મળેલી ક્લીનચીટ ભારપૂર્વકની નથી. ત્યાં એક તૈયાર નિષ્કર્ષ હતો અને તેઓએ તે સ્થાપિત કરવાનો પ્રયાસ કર્યો હતો.’’

આ કાર્યક્રમમાં ભારતમાં બ્રિટિશ રાજદ્વારીઓ દ્વારા તૈયાર કરાયેલા અહેવાલને ખૂબ મહત્વ આપવામાં આવ્યું હતું અને આ વિષય પર દાસગુપ્તાએ જણાવ્યું હતું કે“મેં ખરેખર તો બ્રિટિશ હાઈ કમિશનના પોતાના આંતરિક મૂલ્યાંકન પર પણ પ્રશ્ન કર્યો હતો. મેં કહ્યું હતું કે તેમણે કેટલાક જુનિયર લોકોને ધારી શકાય તેવા તારણો સાથે મોકલ્યા હતા જે ભાગ સામેલ કરવામાં આવ્યો ન હતો. બીબીસીએ મુખ્યત્વે પોલીસ ગોળીબારમાં હિંદુઓના મૃત્યુની અવગણના કરી હતી અને માત્ર મુસ્લિમો પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. યોર્કશાયરના દાઉદ પરિવારના સભ્યોની હત્યાનો ઉલ્લેખે વિશિષ્ટ કથાને આકાર આપવામાં ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. આ સીરીઝ BBCએ બીબીસી ટુ પર દર્શાવી તેના ઘરેલું પ્રેક્ષકો, મુખ્યત્વે સ્થાનિક બ્રિટિશ મુસ્લિમોને અપીલ કરવાનો પ્રયાસ કર્યો હતો. ‘’

યુકેમાં ચિંતા એ છે કે ડોક્યુમેન્ટરી હિંદુ-મુસ્લિમ સાંપ્રદાયિક તણાવને ઉત્તેજિત કરી રહી છે.

LEAVE A REPLY

nineteen + nine =