If India occupies PoK, Pakistan will use nuclear bombs

ભારત અને પાકિસ્તાન અંકુશ રેખા અને બીજા સેક્ટર્સમાં યુદ્ધવિરામ અંગેની તમામ સમજૂતીઓનું સંપૂર્ણ પાલન કરવા માટે સંમત થયા છે, એમ બંને દેશોએ ગુરુવારે સંયુક્ત નિવેદન બહાર પાડીને જણાવ્યું હતું.

ભારત અને પાકિસ્તાનના ડિરેક્ટર જનરલ્સ ઓફ મિલિટરી ઓપરેશન્સ (DGMOs) વચ્ચેની બેઠકમાં યુદ્ધવિરામ અંગેનો આ નિર્ણય કરવામાં આવ્યો હતો. DGMOsએ હોટલાઇન કોન્ટેક્ટ અંગેના સ્થાપિત વ્યવસ્થાતંત્રની ચર્ચા કરી હતી. આ ઉપરાંત અંકુશરેખા અને બીજા સેક્ટર્સની સ્થિતિ અંગે મુક્ત અને સહકારના વાતાવરણમાં સમીક્ષા કરી હતી.
ભારતીય સેનાના લેફ્ટનનન્ટ જનરલ પરમજીત સિંહ અને તેમના પાકિસ્તાની સમકક્ષે હોટલાઈનના માધ્યમથી થયેલી વાતચીતમાં સિઝફાયરનું ઉલ્લંઘન, યુદ્ધવિરામ, કાશ્મીર મુદ્દો સહિત અનેક બાબતોની સમજૂતી પર ચર્ચા કરી હતી. બંને દેશોએ નિયંત્રણ રેખાની સ્થિતિ અંગે પણ સમીક્ષા કરી હતી. ઘણા લાંબા સમય બાદ ફરી એક વખત ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધોમાં સુધારો લાવવા પહેલ થઈ છે.