Organized open day of Bharatiya Vidya Bhavan
(SAM PANTHAKY/AFP via Getty Images)

ભવન, 4a કેસલટાઉન રોડ, વેસ્ટ કેન્સિંગ્ટન, લંડન, W14 9HE ખાતે સોમવાર તા. 18 સપ્ટેમ્બર 2023ના રોજ સાંજે 7 કલાકે ગણેશ ચતુર્થી પૂજાનું આયોજન કરવામાં આવ્યું છે. શંકર નાયર અને પાર્વતી નાયર દ્વારા પ્રાયોજિત ઉત્સવમાં પૂજા અને પ્રસાદનો લાભ મળશે.

ભવન ખાતે વિશ્વની સૌથી મોટી ગરબા સ્કૂલ, સોની સ્કૂલ ઑફ ગરબાના જીગર સોની દ્વારા ગુરુવાર 21 સપ્ટેમ્બરના રોજ સાંજે 7થી 9 દરમિયાન ગરબા ક્લાસનું આયોજન કરવામાં આવ્યું છે. 2 કલાકનો વર્કશોપ તમામ સ્તરના વિદ્યાર્થીઓ માટે ખુલ્લો રહેશે. તે પછી તા. 25/9; 2/10; 9/10 અને 16/10 એટલે કે દર સોમવારે સાંજે 7 થી 8.30  દરમિયાન ગરબા ક્લાસીસનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં જીગર અને સુહ્રદ, સ્વર્ણિ આર્ટ્સ સાથે મળીને ઓથેન્ટિક ગરબા શીખવવામાં મદદ કરશે.

LEAVE A REPLY

18 − eight =