પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

ભાજપ 2024ની લોકસભા ચૂંટણી માટે પૂર્વ વડાપ્રધાન એચડી દેવેગૌડાની આગેવાની હેઠળના જેડી(એસ) સાથે સમજૂતી કરશે. રાજ્યના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન બીએસ યેદિયુરપ્પાએ શુક્રવારે આ જાહેરાત કરતાં રાજયના રાજકીય વાતાવરણમાં ગરમી આવી હતી. આ ગતિવિધિ અંગે પ્રતિક્રિયા આપતા મુખ્યપ્રધાન સિદ્ધારમૈયાએ કહ્યું હતું કે તેઓ લોકસભા ચૂંટણી માટે ભાજપ અને જેડી(એસ) વચ્ચેના ચૂંટણી કરાર વિશે ચિંતિત નથીકારણ કે લોકો કોંગ્રેસ પક્ષને સમર્થન આપશે. 

ભાજપના સંસદીય બોર્ડના સભ્ય પીઢ નેતા યેદિયુરપ્પાએ જણાવ્યું હતું કે આ સમજૂતી મુજબ JD(S) કર્ણાટકમાં ચાર લોકસભા બેઠકો પર ચૂંટણી લડશે. રાજ્યમાં લોકસભાની કુલ 28 બેઠકો છે. રાજ્યના ચાર વખતના મુખ્યપ્રધાને એક પ્રશ્નના જવાબમાં જણાવ્યું હતું કે હું તે અંગે ખુશ છુંદેવેગૌડાજી આપણા વડાપ્રધાનને મળ્યા છેઅને તેઓએ પહેલેથી જ ચાર બેઠકો ફાઇનલ કરી છે. હું તેનું સ્વાગત કરું છું…. મને આનંદ થાય છેભાજપ અને જેડી(એસ) વચ્ચે સમજૂતી હશે. અમિત શાહ ચાર લોકસભા બેઠકો (JD(S)) આપવા સંમત થયા છે. આનાથી અમને મોટી તાકાત મળી છે અને આ અમને એકસાથે 25 કે 26 લોકસભા બેઠકો જીતવામાં મદદ કરશે. 

2019ની લોકસભાની ચૂંટણીમાં ભાજપે કર્ણાટકમાં 25 બેઠકો જીતીને બીજા પક્ષોનો સફાયો કર્યો હતાં. ભાજપ સમર્થિત અપક્ષ એક બેઠક પર જીત મેળવી હતીજ્યારે કોંગ્રેસ અને JD(S)એ એક-એક સીટ જીતી હતી. જોકે આ વર્ષે મેમાં યોજાયેલી 224 સભ્યોની વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસને 135 બેઠકો મળી હતીજ્યારે ભાજપને 66 અને JD(S)ને 19 બેઠકો મળી હતી. 

વિધાનસભા ચૂંટણીના પરિણામો બાદ એવા અહેવાલો આવ્યા હતા કે જેડી(એસ) લોકસભાની ચૂંટણી લડવા માટે ભાજપ સાથે ગઠબંધન કરશે. એવું પણ કહેવામાં આવ્યું હતું કે જેડી(એસ) નેતા આ સંદર્ભે દિલ્હીમાં બીજેપીના કેન્દ્રીય નેતૃત્વને મળ્યાં હતાં. જોકે પછી જેડી(એસ)ના સુપ્રીમો દેવેગૌડાએ સંકેત આપ્યો હતો કે પાર્ટી લોકસભાની ચૂંટણી એકલા હાથે લડશે. 

જેડી(એસ) એ 2019ની લોકસભાની ચૂંટણી કોંગ્રેસ સાથે ગઠબંધનમાં લડી હતી. તે સમયે બંને પક્ષો દેવેગૌડાના પુત્ર એચડી કુમારસ્વામીના મુખ્યપ્રધાનપદ હેઠળ ગઠબંધન સરકાર ચલાવી રહ્યાં હતાં. 

LEAVE A REPLY

sixteen + ten =