વર્ષ 2020એ વધુ એક દુઃખ આપ્યું છે. બોલિવૂડના પ્રખ્યાત કંપોઝર વાજિદ ખાનનું નિધન થયું છે. સાજિદ-વાજિદના વાજિદ ખાનને ગંભીર સ્થિતિમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેઓ છેલ્લા ઘણા સમયથી કિડનીની બિમારી સામે ઝઝૂમી રહ્યા હતા. આ દરમિયાન તેઓ કોરોના વાયરસની લપેટમાં આવી ગયા હતા. જેના કારણે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં જ સારવાર દરમિયાન તેઓએ અંતિમ શ્વાસ લીધા હતા. તેમના નિધનની ખબરથી સમગ્ર બોલિવૂડ જગત ખૂબ જ દુઃખી થઈ ગયું છે. બોલિવૂડ સ્ટાર્સે સોશિલ મીડિયા પર દુઃખ વ્યક્ત કરતા તેમને શ્રદ્ધાંજલી આપી છે.