Book Review A Disciple The Spiritual Path to Infinite Happiness

અ ડીસાઇપલ: ધ સ્પીરચ્યુઅલ પાથ ટૂ ઇન્ફીનાઇટ હેપીનેસ શાણપણના માર્ગ પર, સાર્વત્રિક અપીલ સાથે એક પ્રવાસનું વર્ણન કરે છે. આ પુસ્તક દ્વારા આપણા બધા માટે બોધપાઠ રજૂ કરાયો છે કારણ કે આપણે આપણી આંતરિક ભાવનાને ઓળખીએ છીએ, ભૌતિકવાદી વિશ્વમાં ‘કંઈક અન્ય’ માટેની આપણી ઝંખના ઘણી વાર આપણને જ અસંતુષ્ટ કરે છે.

અ ડીસાઇપલ  શ્રધ્ધા અને આધ્યાત્મિકતા વિશે મહત્વપૂર્ણ પ્રશ્નો પૂછે છે અને ધ્યાનની શક્તિ સાથે આપણને જોડે છે. લેખક ફિરોઝ દાદા જુસ્સાપૂર્વક માને છે કે ધ્યાન જ સંભાળ અને દયાળુ ભવિષ્ય માટે પાયો પૂરો પાડે છે.

ફિરોઝ દાદા પોતાની વાર્તા આકર્ષક સ્પષ્ટતા સાથે કહે છે, જેમાં પૌરાણિક કથાઓની વાર્તાઓ, રુમીના અવતરણો અને સૂફી ગ્રંથોના સંદર્ભો આ બધું તેમને પ્રાપ્ત થતા શાણપણના ઉપદેશોમાં રંગો ઉમેરે છે. વિદ્વાનોએ દૃષ્ટાંતો અને રૂપકમાં વાતો કરી છે કારણ કે તે એ સ્વરૂપ છે જે આપણા સંરક્ષણમાં પ્રવેશ કરે છે અને પાર કરે છે. આપણે આપણા પોતાના કેટલાક ઊંડા ભાગમાં જઈએ છીએ જેને આપણે ધ્યાન કહીએ છીએ.

પુસ્તક અ ડીસાઇપલ: ધ સ્પીરચ્યુઅલ પાથ ટૂ ઇન્ફીનાઇટ હેપીનેસ એક એવું રસપ્રદ સંશોધન રજૂ કરે છે. જેમાં ધ્યાન માત્ર શ્રેષ્ઠ જીવન જીવવાની આપણી સુષુપ્ત સંભાવનાને જાગૃત કરવા ઉપરાંત આખા વિશ્વને પણ બદલી શકે છે.

લેખક પરિચય

કરાચીમાં જન્મેલા ફિરોઝ દાદા એક સફળ ફિલાન્થ્રોપિસ્ટ અને ઉદ્યોગસાહસિક છે અને તેમની યાત્રા તેમના આધ્યાત્મિક ગુરુને મળ્યા પછી શરૂ થઇ હતી. તેમણે જીવનનો મોટાભાગનો સમય લંડનમાં વિતાવ્યો છે અને ફાઇનાન્સ સેક્ટરમાં કામ કર્યું હતું અને ઉદ્યોગસાહસિક તરીકે ઘણી મીડિયા સ્ટાર્ટ-અપ કંપનીઓને મદદ કરી છે. એક દાયકા પહેલા, જ્યારે તેઓ તેમની પત્નીના પરિવારને મળવા મ્યાનમાર ગયા ત્યારે તેમનું જીવન બદલાઈ ગયું હતું. શાન પ્રાંતમાં આવેલ એક બૌદ્ધ મઠમાં તેઓ યુદ્ધમાં અનાથ થયેલા 1200થી વધુ શરણાર્થીઓને મદદ કરે છે. જે તેમને સ્વની શોધ અને સમજણ તરફના ખુલ્લા માર્ગ તરફ પ્રતિબદ્ધ કરે છે અને તેમની આધ્યાત્મિક જરૂરિયાતોને વધુને વધુ પૂર્ણ કરે છે.

આ જ મઠમાં તેઓ ધ્યાનના અભ્યાસી બન્યા હતા અને સૂફી શિક્ષક પાસેથી પરિપૂર્ણ અને અર્થપૂર્ણ જીવન કેવી રીતે જીવવું તે શીખ્યા હતા અને અન્ય લોકોને મદદ કરતા હતા.

તેઓ ઓનલાઈન ટીવી શ્રેણી ડિસ્કવરિંગ હ્યુમેનિટી એન્ડ અવર વન વર્લ્ડના ઈન્ટરવ્યુઅર અને નિર્માતા છે તથા ચિલ્ડ્રન ઓફ ધ રિવોલ્યુશન અ સ્પિરીચ્યુઅલ જર્ની ટૂ બર્મા એન્ડ બૌધ્ધીઝમના લેખક છે.

મ્યાનમારના ફાયા તાઉંગ મઠમાં બાળકોને મદદ કરવા માટે સ્થાપવામાં આવેલ ધી ઇનલે ટ્રસ્ટ ચેરિટી, www.inletrust.org.uk ના સ્થાપક તરીકેના તેમના કાર્યની સાથે સાથે, તેઓ લંડનમાં ધ સિલ્વાન હીલિંગ સેન્ક્ચ્યુરી www.sylvanhealing.org માં ધ્યાન શીખવે છે અને પ્રોત્સાહન આપે છે.

Book: A Disciple: The Spiritual Path to Infinite Happiness

Author:  Feroze Dada

Publisher ‏ : ‎ Mensch Publishing

Price: £20.00

LEAVE A REPLY

four × 4 =