ચંદ્રગુપ્ત મૌર્ય ધ ક્રિએશન ઓફ અ નેશનલ હીરો ઇન ઇન્ડિયા સુષ્મા જણસારી

ભારતના મહાન શાસક અને મૌર્ય સામ્રાજ્યના પ્રથમ સમ્રાટ ચંદ્રગુપ્ત મૌર્ય (મૃત્યુ c. 297 BCE, શ્રવણબેલાગોલા, ભારત) મોટાભાગના ભારતને એક વહીવટ હેઠળ એકીકૃત કરનાર પ્રથમ સમ્રાટ હતા. દેશને કુશાસનથી બચાવવા અને વિદેશી આધિપત્યથી મુક્ત કરવાનો શ્રેય તેમને જાય છે.

ચંદ્રગુપ્તનો જન્મ સ્થળાંતર કરતા રહેતા મૌર્યોના વડા અને સરહદની રક્ષા કરતા મોતને ભેટેલા પિતાને ત્યાં થયો હતો. તેમના મામાએ તેને એક ગોવાળ પાસે છોડી દીધા બાદ ચંદ્રગુપ્તને શિકારીને વેચી દેવાયા હતા. બ્રાહ્મણ રાજકારણી કૌટિલ્ય એટલે કે ચાણક્ય તેમને ખરીદીને તક્ષશિલા (હવે પાકિસ્તાનમાં) લઈ iયા હતા. જ્યાં તેમને લશ્કરી રણનીતિ અને સૌંદર્યલક્ષી કળાનું શિક્ષણ આપ્યું હતું. કૌટિલ્યની સલાહથી ચંદ્રગુપ્ત સૈનિકો એકત્રિત કરી જનસમર્થન મેળવી લોહિયાળ યુદ્ધ બાદ નંદ વંશની નિરંકુશતાનો અંત લાવ્યા હતા.

મગધ સામ્રાજ્યના (વર્તમાન બિહાર) સિંહાસન પર ચઢેલા ચંદ્રગુપ્તએ નંદ શક્તિના સ્ત્રોતોનો નાશ કરી સુનિયોજિત વહીવટી યોજનાઓ દ્વારા વિરોધીઓને ખતમ કર્યા હતા. ઉત્તર અને પશ્ચિમમાં હિમાલય અને કાબુલ નદીની ખીણ (હાલના અફઘાનિસ્તાનમાં)થી લઈને દક્ષિણમાં વિંધ્ય પર્વતમાળા સુધી ભારતીય સામ્રાજ્ય બનાવ્યું હતું. ચંદ્રગુપ્તના પુત્ર બિંદુસારે દક્ષિણમાં સામ્રાજ્યનો વિસ્તાર કરવાનું ચાલુ રાખ્યું હતું.

ચંદ્રગુપ્ત ઋષિ ભદ્રબાહુ I દ્વારા જૈન ધર્મ સ્વીકારવા માટે પ્રભાવિત થયા હતા. 12 વર્ષના દુકાળની દુ:ખદ પરિસ્થિતિઓથી નિરાશ થઈને, તેમણે અંતિમ દિવસો ભદ્રબાહુની સેવામાં વિતાવ્યા હતા અને ચંદ્રગુપ્તે મૃત્યુ પામે ત્યાં સુધી ઉપવાસ કર્યો હતો.

સેલ્યુસીડ સામ્રાજ્યના સ્થાપક અને એલેક્ઝાન્ડર ધ ગ્રેટના સેનાપતિઓમાંના એક એવા સેલ્યુકસ અને ચંદ્રગુપ્ત વચ્ચે સિંધુ નદીના કિનારે થયેલો મેળાપ હતો. આ નોંધપાત્ર ઘટના સંઘર્ષના અંતે શાંતિ સ્થાપવાની ક્ષણ હતી. પરંતુ પ્રારંભિક સ્ત્રોતોમાં તેની કોઈ વિશ્વસનીય નોંધ અસ્તિત્વમાં નથી, અને તે પણ સ્પષ્ટ નથી કે યુદ્ધમાં કયો શાસક વિજયી થયો હતો.

આ અનિશ્ચિતતાએ ઓગણીસમી અને વીસમી સદીના બ્રિટિશ અને ભારતીય ઈતિહાસકારોને ધરમૂળથી અલગ અલગ રીતે સ્ત્રોતોનું અર્થઘટન કરવામાં સક્ષમ બનાવ્યા હતા. ચંદ્રગુપ્ત ભારતનું પ્રતિનિધિત્વ કરી રહ્યા હતા અને સેલ્યુકસ બ્રિટન માટે ઊભા હતા. બ્રિટિશ વિદ્વાનોએ દલીલ કરી હતી કે સેલ્યુકસે ચંદ્રગુપ્તને હરાવ્યો હતો, જ્યારે ભારતીય વિદ્વાનો તેના વિરુદ્ધની દલીલ કરે છે.

બ્રિટન અને ભારત વચ્ચે વિકસતા વસાહતી અને પોસ્ટ-કોલોનિયલ સંબંધો અહીં નિર્ણાયક છે. ભારતમાં, ચંદ્રગુપ્તની એક આદર્શ નાયક તરીકેની છબી છે. જેમણે વિદેશી આક્રમણખોરોને હરાવ્યા હતા. તે સમકાલીન લોકપ્રિય સંસ્કૃતિમાં પ્રચલિત છે અને તેની અભિવ્યક્તિ જોવા મળે છે. નાટકો, ફિલ્મો, ટેલિવિઝન શ્રેણીઓ, હાસ્ય પુસ્તકો અને ઐતિહાસિક નવલકથાઓમાં, ચંદ્રગુપ્ત એક શક્તિશાળી અને સદાચારી હિંદુ શાસક તરીકે રજૂ થાય છે. આ પુસ્તકમાં ચંદ્રગુપ્તના શાસન અને તેમના વિષે માહિતી રજૂ કરી છે.

લેખક પરિચય

સુષ્મા જણસારી બ્રિટિશ મ્યુઝિયમમાં દક્ષિણ એશિયાના ટેબોર ફાઉન્ડેશન ક્યુરેટર છે. છેલ્લી બે સદીઓમાં પ્રાચીન સાઉથ એશિયા કેવી રીતે પ્રાપ્ત થયું અને તેનું પુનઃનિર્માણ કઇ રીતે થયું તેનું સંશોધન તેમણે કરેલું છે. તેઓ સાઉથ એશિયા ગેલેરીના લીડ ક્યુરેટર હતા, જે બ્રિટિશ મ્યુઝિયમ સાથે માન્ચેસ્ટર મ્યુઝિયમની ભાગીદારી હતી અને 2023માં તેને ખોલવામાં આવી હતી. હાલમાં, તેઓ એએચઆરસી દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવેલ પ્રોજેક્ટ સ્લોન લેબના સહ-સંશોધક તરીકે સેવા આપે છે. ભવિષ્યમાં શેર્ડ કલેક્શન બનાવવા માટે અને પ્રાચીન ભારતમાં કલા, ધર્મ અને શક્તિ વિશેના મુખ્ય પ્રદર્શન પર કામ કરી રહ્યા છે.

Chandragupta Maurya: The creation of a national hero in India

Author: Sushma Jansari

Publisher ‏ : ‎ UCL Press

Price: £30.00

LEAVE A REPLY

8 + nineteen =