બ્રિટિશ એશિયન ટ્રસ્ટે બિગ સોસાયટી કેપિટલમાં વરિષ્ઠ ભૂમિકાઓ નિભાવનાર અને ચેરિટી સેક્ટરમાં અનેક મહત્વના હોદ્દા સંભાળનાર ગીતા રવીન્દ્રકુમારની ચીફ ઓપરેટિંગ ઓફિસર તરીકે નિયુક્તી કરી છે.

ગીતાએ સમગ્ર યુકેમાં નવીન ફાઇનાન્સ પહેલના પ્રમોશનનું નેતૃત્વ કર્યું છે અને ડિસેબિલિટી ચેરિટી સ્કોપમાં ફાઇનાન્સ ડિરેક્ટર રહી ચૂક્યા છે. તાજેતરમાં જ ગીતા રાષ્ટ્રીય ચેરિટી ધ રીડર ખાતે ઈમ્પેક્ટ, પાર્ટનરશિપ અને કોમ્યુનિટીઝના ડિરેક્ટર રહી ચૂક્યા છે અને કાર્ડબોર્ડ સિટિઝન્સ અને પ્લાન ઈન્ટરનેશનલમાં ભૂમિકાઓ નિભાવી છે. તે ગયા વર્ષ સુધી હોમલેસનેસ ચેરિટી ક્રાઈસિસમાં ટ્રસ્ટી પણ હતી.

ગીતા અગાઉ બ્રિટિશ એશિયન ટ્રસ્ટની સોશિયલ ફાઇનાન્સ કમિટીના સભ્ય તરીકે સેવા આપી ચૂક્યા છે. COO તરીકે ગીતા UK અને સાઉથ એશિયામાં ટ્રસ્ટની ટીમોમાં નાણાં, લોકો, કામગીરી, IT અને સાયબર સુરક્ષા, જોખમ અને કોમ્પલાયન્સનું નિરીક્ષણ કરશે. ગીતા લોર્ડ જીતેશ ગઢિયાની અધ્યક્ષતામાં બ્રિટિશ એશિયન ટ્રસ્ટમાં બોર્ડને પણ સમર્થન આપશે.

ગીતા રવીન્દ્રકુમારે કહ્યું હતું કે, “હું બ્રિટિશ એશિયન ટ્રસ્ટમાં જોડાઈને અવિશ્વસનીય રીતે સન્માન અનુભવું છું. હું  સાઉથ એશિયામાં સકારાત્મક અસર પહોંચાડવા અને તેમની સાથે કામ કરવા માટે ખરેખર ઉત્સુક છું.’’

LEAVE A REPLY

three + three =