(ANI Photo/Sansad TV)

ભૂતપૂર્વ વડાપ્રધાન ડૉ.મનમોહન સિંહ બુધવારે રાજ્યસભામાં 33 વર્ષની લાંબી ઇનિંગ્સ પછી નિવૃત્ત થયા હતાં. તેમની સાથે રાજ્યસભાના 54 સાંસદોનો કાર્યકાળ પણ પૂરો થયો હતો. બીજી તરફ રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખડે બુધવારે ઉપલા ગૃહના 12 નવા ચૂંટાયેલા સભ્યોને શપથ લેવડાવ્યા હતાં.

નવા સભ્યોને સંસદ ભવનમાં શપથ લેવડાવવામાં આવ્યા હતાં. આ પ્રસંગે રાજ્યસભાના ઉપાધ્યક્ષ હરિવંશ અને મહાસચિવ પી કે મોદી હાજર હતાં. શપથ લેનારાઓ નવા સભ્યોમાં ગોવિંદભાઈ લાલજીભાઈ ધોળકિયા, ધર્મશિલા ગુપ્તા, મનોજ કુમાર ઝા, સંજય યાદવ, સુભાષ ચંદર, હર્ષ મહાજન, જીસી ચંદ્રશેખર, એલ મુરુગન, અશોક સિંહ, ચંદ્રકાંત હંડોર, મેધા વિશ્રામ કુલકર્ણી અને સાધના સિંહનો સમાવેશ થાય છે.

રાજ્યસભાના 54 સભ્યો 2 અને 3 એપ્રિલના રોજ નિવૃત્ત થયા હતા. તેમાંથી ઘણા લોકસભાની ચૂંટણી લડી રહ્યા છે અને ઘણા એવા સાંસદો છે જે રાજ્યસભામાં પરત ફરી રહ્યા છે. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી પ્રથમ વખત રાજ્યસભાના સભ્ય બનશે. તેઓ અત્યાર સુધી લોકસભાના સાંસદ હતાં, પરંતુ આ વખતે તેમણે રાયબરેલીથી ચૂંટણી નહીં લડવાનો નિર્ણય લીધો છે. સાત કેન્દ્રીય મંત્રી એવા પણ છે જેઓ રાજ્યસભામાંથી નિવૃત્ત થયા છે.

LEAVE A REPLY

five × one =