બ્રિટિશ હાર્ટ ફાઉન્ડેશને અગ્રણી બિઝનેસ હસ્તીઓ લોર્ડ હિન્ટ્ઝ અને શેન ઠકરારની પેટ્રન્સ તરીકે વરણી કરી છે.

બ્રિટિશ હાર્ટ ફાઉન્ડેશને જણાવ્યું છે કે ‘’અગ્રણી ફીલાન્થ્રોપીસ્ટ લોર્ડ હિન્ટ્ઝ અને શેન ઠકરાર અમારા જીવન બચાવવાના કાર્યો પ્રત્યે લોકોમાં જાગૃતિ વધારીને, સમર્થકોના નવા નેટવર્કનું નિર્માણ કરીને અને વિજ્ઞાનના અદ્યતન ક્ષેત્રો માટે ભંડોળ એકત્ર કરીને યુકેની અગ્રણી કાર્ડિયોવેસ્ક્યુલર રિસર્ચ ચેરિટી તરીકે અમને ટેકો આપવા માટે તેમની વોલંટીયીરીંગ પોઝીશનનો ઉપયોગ કરશે. અમને આશા છે કે અમારા કાર્યને સમર્થન આપવા માટે પ્રતિબદ્ધ પેટ્રન્સનું એક નાનું નેટવર્ક હશે.

લોર્ડ હિન્ટઝે 1999માં હેજ ફંડ CQS ની સ્થાપના કરી હતી અને આજે તેઓ તેના ગ્રુપ એક્ઝિક્યુટિવ ચેરમેન અને સિનિયર ઇન્વેસ્ટમેન્ટ ઓફિસર છે. તેઓ હિન્ટ્ઝ ફેમિલી ચેરિટેબલ ફાઉન્ડેશનના સ્થાપક અને ટ્રસ્ટી પણ છે, જે આરોગ્ય, શિક્ષણ અને કલાના ક્ષેત્રોમાં મહત્વપૂર્ણ કારણોને સમર્થન આપે છે. તેમણે BHF માટે ભંડોળ ઊભુ કરવા માટે ડિનરનું આયોજન કરી ઘણા ક્ષેત્રોને સમર્થન આપ્યું છે.

શેન ઠકરારનો પરિવાર BHF ના લાંબા ગાળાના સમર્થક છે, તેઓ ફ્રેન્ચાઈઝ્ડ F&B બ્રાન્ડ્સની માલિકી અને સંચાલન માટે સ્થાપવામાં આવેલી એન્ટિટી ડલ્લાસ હોલ્ડિંગ્સના સીઈઓ છે. આ જૂથ યુકે અને યુએસએમાં પ્રેટ એ મેન્ગરના ગૌરવપૂર્ણ ભાગીદારો છે. તેઓ યુકેમાં સ્ટોર્સ અને સધર્ન કેલિફોર્નિયાના વિકાસ અધિકારો અને પ્રેટના હાલના ન્યૂ યોર્કના સ્ટોર્સની માલીકી ધરાવે છે. તેમના પરિવારને રેપિડ ઈલેક્ટ્રિક વ્હીકલ ચાર્જિંગમાં પણ ઋચિઓ છે. ઠકરાર ફાઉન્ડેશન, ઘણા વર્ષોથી તબીબી સંશોધનને પણ સમર્થન આપે છે.

BHF ટ્રસ્ટીઓના અધ્યક્ષ વેન્ડી બેકર અને ચીફ એક્ઝિક્યુટિવ ડૉ. ચાર્માઈન ગ્રિફિથ્સે તેમની વરણીને આવકારી હતી.

આ બંને અગ્રણીઓ પહેલાથી જ BHFના £30 મિલિયનના ક્યોરહાર્ટ પ્રોગ્રામ માટે ઈવેન્ટ્સનું આયોજન કરી ભંડોળ ઊભું કરી ચુક્યા છે.

LEAVE A REPLY

11 − 2 =