કુખ્યાત ઇસ્લામીસ્ટ એક્ટીવીસ્ટ અને તાજેતરમાં ચૂંટાયેલા પેલેસ્ટાઇન તરફી સાંસદોની ચૂંટણી ઝુંબેશમાં મહત્વનો ભાગ ભજવનાર માજિદ નોવસારકા ઉર્ફે માજિદ ફ્રીમેનને સપ્ટેમ્બર 2022માં લેસ્ટરમાં રમખાણો ભડક્યા પછી "તાત્કાલિક ગેરકાયદેસર હિંસા" ફેલાવવાના પ્રયાસો માટે સેક્શન 4 બ્લિક ઓર્ડરના ગુનામાં દોષીત ઠેરવી 22 મહિનાની જેલસજા કરવામાં આવી છે. તેને વિક્ટીમ સર્વિસ સરચાર્જ પેટે £154...
બ્રિટનના પ્રથમ પાઘડીધારી શીખ સાંસદ તનમનજીત સિંહ ઢેસીને નવી સંસદની ડીફેન્સ કમિટીના અધ્યક્ષ તરીકે તા. 11ના રોજ ચૂંટવામાં આવ્યા હતા. સ્લાઉના લેબર સાંસદને 563 માંથી 320 માન્ય મત મળ્યા હતા જ્યારે તેમના વિરોધી અને સાથી લેબર સાંસદ ડેરેક ટ્વિગને 243 મત મળ્યા હતા.
ઢેસીએ કહ્યું હતું કે “ડિફેન્સ કમિટીના અધ્યક્ષ તરીકે ચૂંટાઈને મને આનંદ થયો છે. હું સમગ્ર ગૃહમાં મારા સાથીદારોનો મારામાં વિશ્વાસ મૂકવા બદલ આભાર માનું છું. “આપણે દેશ અને વિદેશમાં જે ધમકીઓનો સામનો કરીએ છીએ તે જોતાં હું એ સુનિશ્ચિત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરીશ કે આપણું રાષ્ટ્ર આ પડકારોનો સામનો કરી શકે. હું આપણી સુરક્ષા અને સુરક્ષામાં અમૂલ્ય યોગદાન આપનાર સશસ્ત્ર દળોના જવાનો અને નિવૃત્ત સૈનિકો માટે સંસદમાં એક અવાજ બનીશ.”
હાલમાં યુકેમાં ટૂંકી મુલાકાતે આવેલા બે વખતના ભૂતપૂર્વ ભારતીય સાંસદ તરલોચન સિંહે જણાવ્યું હતું કે, "આર્મી, વાયુસેના અને નૌકાદળ સેવાઓ સાથે કામ કરતી પ્રતિષ્ઠિત સંસદીય સમિતિના અધ્યક્ષ બનવું તે અભિનંદનીય છે. હું સંસદીય સમિતિઓનું મહત્વ જાણું છું અને યુકેની સરકારે ઢેસીની ક્ષમતામાં વિશ્વાસ દર્શાવ્યો છે.’’
ઢેસી આ હોદ્વો સંભાળનારા પ્રથમ અશ્વેત, એશિયન અને લઘુમતી વંશીય સાંસદ બન્યા છે. તેઓ 2020માં આ કમિટીના સભ્ય બનનાર બીજા BAME...
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે પરમાર્થ નિકેતનના પ્રમુખ સ્વામી ચિદાનંદ સરસ્વતીજીની પવિત્ર ઉપસ્થિતિ, માર્ગદર્શન અને નેતૃત્વ હેઠળ સ્વર્ગાશ્રમ, બાગળા, રાજાજી નેશનલ પાર્ક અને...
ભારતની તપાસ એજન્સી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) પીએનબી બેન્ક લોન કૌભાંડના મુખ્ય આરોપી અને ભાગેડૂ નીરવ મોદીની વધુ રૂ.29.75 કરોડની સંપત્તિ બુધવારે જપ્ત કરી હતી. સેન્ટ્રલ બ્યુરો...
આઈપીએલની દિલ્હી કેપિટલ્સ ટીમના સહ-માલિક જીએમઆર ગ્રુપે ઇંગ્લિશ કાઉન્ટી ક્રિકેટ ટીમ હેમ્પશાયરનો 49 ટકા હિસ્સો 120 મિલિયન પાઉન્ડમાં ખરીદવાનો સોદો કર્યો છે. ઇંગ્લિશ કાઉન્ટી...
ન્યૂયોર્કના મેલવિલ ખાતે BAPS સ્વામિનારાયણ મંદિરમાં તોડફોડની ઘટનાની ન્યૂયોર્ક ખાતેના ભારતના કોન્સ્યુલેટ જનરલે આકરી નિંદા કરી હતી અને જઘન્ય કૃત્યના ગુનેગારો સામે ત્વરિત કાર્યવાહી...
બોલિવૂડ અભિનેત્રી સોનમ કપૂરના સસરા અને ભારતના જાણીતા ટેક્સટાઇલ્સ ઉદ્યોગપતિ હરીશ આહુજાએ તાજેતરમાં લંડનના નોટિંગ હિલ વિસ્તારમાં 21 મિલિયન પાઉન્ડ ($27 મિલિયન)માં એક લક્ઝરી...
દક્ષિણ આફ્રિકાના ભારતીય મૂળના વરિષ્ઠ રાજકીય નેતા અને રંગભેદ વિરોધી કાર્યકર પ્રવીણ ગોરધનનું શુક્રવાર, 13 સપ્ટેમ્બરે જોહાનિસબર્ગની એક હોસ્પિટલમાં અવસાન થયું હતું. 75 વર્ષીય...
જાણીતા ભારતીય લેખક અમિતાવ ઘોષને તેમના પુસ્તક 'સ્મોક એન્ડ એશેસ: ઓપીયમ હિડન હિસ્ટ્રીઝ' માટે મંગળવારે તા. 10ના રોજ £25,000નું ઇનામ ધરાવતા અગ્રણી આંતરરાષ્ટ્રીય નોન-ફિક્શન...
ઇંગ્લેન્ડ અને વેલ્સમાં આવેલી જેલોમાં કેદાઓની ભીડને ઘટાડવા માટે રચાયેલ સરકારી યોજનાના ભાગરૂપે 1,750થી વધુ ગુનેગારોને તા. 10ના રોજ જેલમાંથી વહેલા છોડી દેવાશે. જ્યારે...

















