(ANI Photo)

વિસ્તારવાદી નીતિ અને ભારત સાથેની તંગદિલી વચ્ચે ચીને સંરક્ષણ ક્ષેત્રના બજેટમાં સતત આઠમા વર્ષે વધારો કર્યો હતો. રવિવારે ચીને ગયા વર્ષની તુલનામાં ૭.૨ ટકાની વૃદ્ધિ સાથે ડિફેન્સ ક્ષેત્ર માટે લગભગ ૨૨૫ બિલિયન ડોલર (૧.૫૫ ટ્રિલિયન યુઆન)ની ફાળવણી કરી હતી.  

ભારત કરતાં ચીનનું સંરક્ષણ બજેટ ત્રણ ગણું છે. ૨૦૨૩-૨૪માં ભારતનું ડિફેન્સ બજેટ રૂ.૫.૯૪ લાખ કરોડ (લગભગ ૭૨.૬ બિલિયન ડોલર) હતું. ચીનના પ્રેસિડેન્ટ શી જિનપિંગ દેશના લશ્કરના પણ વડા છે.

ગયા વર્ષે ચીને સંરક્ષણ ક્ષેત્રે ૨૩૦ બિલિયન ડોલરનો ખર્ચ કર્યો હતો. આમ ગયા વર્ષની તુલનામાં ડોલરની રીતે ચીનનું ડિફેન્સ બજેટ ઘટ્યું છેપણ ડોલર સામે યુઆનના મૂલ્યમાં ઘટાડાને પગલે ચીનના ચલણમાં સંરક્ષણ બજેટમાં વૃદ્ધિ થઈ છે.  દેશની નેશનલ પીપલ્સ કોંગ્રેસના પ્રારંભિક સત્રમાં વિદાય લઈ રહેલા પ્રીમિયર લિ કેક્વિયાંગે પૂર્વ લદાખની સરહદના તણાવનો સીધો ઉલ્લેખ કર્યા વગર લશ્કરની સિદ્ધિઓની પ્રશંસા કરી હતી.

LEAVE A REPLY

twenty + 20 =