China warns US military to show restraint in balloon dispute
REUTERS/Randall Hill

ચીનનું કથિત જાસૂસી બલૂન શનિવારે તોડી પાડ્યા પછી હવે અમેરિકન સેના તેના અવશેષો શોધી રહી છે. આ અંગે ચીનની સરકારે અમેરિકન એડમિનિસ્ટ્રેશનને અરજ કરી હતી કે તે આ મુદ્દાને વધુ ચગાવે નહીં અને સંયમ દાખવે, જેથી બન્નેના હિતોને વધુ નુકસાન થાય નહીં. બલૂન અંગેની નાટ્યાત્મક ઘટનામાં ચીને ફરીથી જણાવ્યું હતું કે, તે એક નાગરિક જહાજ હતું જે આકસ્મિક રીતે અમેરિકન એરસ્પેસમાં પ્રવેશી ગયું હતું. એ ઘટનાના કારણે અમેરિકા – ચીનના તણાવપૂર્ણ સંબંધો વધુ વણસ્યા છે અને અમેરિકા વિદેશ પ્રધાન એન્ટની બ્લિંકનની બીજિંગની આયોજિત મુલાકાત રદ કરાઈ છે.

નોર્થ અમેરિકન એરોસ્પેસ ડીફેન્સ કમાન્ડ અને યુએસ નોર્ધન કમાન્ડના કમાન્ડર જનરલ ગ્લેન વેનહર્કે આ અંગે રવિવારે જણાવ્યું હતું કે, અમેરિકન નેવી ચીની બલૂન અને તેના પ્રવાસીઓ તેમ જ કાટમાળ શોધવા માટે કામ કરી રહી છે અને કોસ્ટ ગાર્ડ દ્વારા આ કાર્યવાહીમાં સુરક્ષા આપવામાં આવી રહી છે.

બલૂનના અવશેષો શોધવામાં અમેરિકાને સફળતા મળે તો તેને ચીનની જાસૂસી ક્ષમતાઓ વિશે માહિતી મળી શકે તેમ છે. જોકે અમેરિકન અધિકારીઓએ રાષ્ટ્રીય સુરક્ષા પર બલૂનની અસરને ઓછી આંકી છે. ગત શનિવારે અમેરિકન ફાઇટર જેટે સાઉથ કેરોલિનામાં આટલાન્ટિક મહાસાગરમાં ચીની બલૂન તોડી પાડતાં ચીને તેને “સ્પષ્ટ ગંભીર પ્રતિક્રિયા” ગણાવ્યો હતો. ચીને જણાવ્યું હતું કે, હવામાનશાસ્ત્ર અને અન્ય વૈજ્ઞાનિક હેતુઓ માટે બનાવાયેલું બલૂન આકસ્મિક રીતે અમેરિકાના પ્રદેશમાં પહોંચી ગયું હતું.

ચીનના નાયબ વિદેશ પ્રધાન શી ફેંગે અમેરિકન એમ્બેસીની ટીપ્પણી સામે સોમવારે મંત્રાલયની વેબસાઇટ પર કરેલી પોસ્ટમાં જણાવ્યું હતું કે, “આ કાર્યવાહી સામે ચીન સખત વિરોધ કરી રહ્યું છે. ચીનની સરકાર સાકાર થઈ રહેલી પરિસ્થિતિ પર મુજબ કાર્યવાહી કરી રહી છે.” ત્યારપછી સોમવારે, વિદેશ મંત્રાલયના પ્રવક્તા માઓ નિંગે જણાવ્યું હતું કે, ચીનને જાણવા મળ્યું છે કે, તેમનું બલૂન અમેરિકા ઉપરથી પસાર થઇ ગયું હતું તે પછી અમેરિકાએ તેની સૂચના આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, લેટિન અમેરિકામાં અન્ય એક બલૂન જોવા મળ્યું હતું તે ચીનનું હતું અને નાગરિકલક્ષી હતું.

શુક્રવારે પેન્ટાગોને કહ્યું હતું કે, લેટિન અમેરિકા પર અન્ય ચાઇનીઝ બલૂન ઉડી રહ્યું છે તે પછી રવિવારે, કોલંબિયાની મિલિટરીએ કહ્યું હતું કે, તેણે બલૂન જેવી જ હવામાં ઉડતી વસ્તુ જોઈ હતી.

આ સ્થિતિમાં ચીને અમેરિકાને “ગંભીર પરિણામો” ભોગવવાની ચેતવણી આપી છે અને જણાવ્યું છે કે તે આવી “સમાન પરિસ્થિતિઓ” નિવારવા માટે જરૂરી તમામ સંસાધનોનો ઉપયોગ કરાશે. જોકે, કેટલાક વિશ્લેષકોએ જણાવ્યું હતું કે, તેઓ દ્વિપક્ષી સંબંધોને વધુ ખરાબ થતાં અટકાવવા માટે કોઈપણ પ્રતિસાદ સમજીને આપવા અપેક્ષા રાખે છે.
અમેરિકાના બાઇડન વહીવટીતંત્રે શનિવારે યુએસ એટલાન્ટિક પરના કથિત ચીની જાસૂસી બલૂનને ઉડાવી દેવા બદલ પેન્ટાગોનની પ્રશંસા કરી હતી, પરંતુ ચીને આ પગલા પર ગુસ્સે થઈને તેનો મજબૂત અસંતોષ” વ્યક્ત કર્યો હતો અને કહ્યું હતું કે તે “જરૂરી પ્રતિક્રિયાઓ” આપી શકે છે.

કથિત જાસૂસી બલૂન નોર્થ અમેરિકાના આકાશમાં છેલ્લાં કેટલાંક દિવસથી હતું. અમેરિકાએ એફ 22 પ્લેનમાંથી મિસાઇલ છોડીને ઉડાવી માર્યું હતું. પેન્ટાગોના અધિકારીઓએ જણાવ્યું હતું કે આ બલૂન આશરે 47 ફીટ છીછરા પાણીમાં પડ્યું હતું.

યુએસ ડિફેન્સ સેક્રેટરી લોયડ ઓસ્ટિને અમેરિકાના સાર્વભૌમત્વના અસ્વીકાર્ય ઉલ્લંઘનનના જવાબમાં અમેરિકાએ કરેલી “ઇરાદાપૂર્વકની અને કાયદેસરની કાર્યવાહી” ગણાવી હતી. પરંતુ ચીનના વિદેશ મંત્રાલયે રવિવારે સવારે એક નિવેદનમાં અમેરિકી કાર્યવાહી પર પ્રહાર કરતા કહ્યું કે “નાગરિક” એરફ્રાક્ટને તોડી પાડવું “સ્પષ્ટપણે વધુ પડતી પ્રતિક્રિયા અને ગંભીર રીતે આંતરરાષ્ટ્રીય પ્રથાનું ઉલ્લંઘન કરે છે.”

એક વરિષ્ઠ સંરક્ષણ અધિકારીએ પત્રકારોને જણાવ્યું હતું કે, અમેરિકાની નાગરિકોની સુરક્ષા સામે જોખમ ઊભું ન થાય તે રીતે શનિવારની બપોર એ બલૂનને નીચે તોડી પાડવાની આર્મી પાસે પ્રથમ તક હતી

આ શંકાસ્પદ બલૂને એક સપ્તાહ પહેલાં જ અમેરિકાની હવાઈ સીમામાં પ્રવેશ કર્યો હતો. અમેરિકાએ તેને જાસૂસી બલૂન ગણાવ્યું હતું. ચીને તેને સામાન્ય હવામાન સંબંધી જાણકારી મેળવવા માટેનું ગણાવીને માહોલ સામાન્ય કરવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, આ ઘટનાથી અમેરિકા અને ચીનના સંબંધ જરૂર ખરાબ થઈ ગયા છે.

જો બાઈડને કહ્યું કે, તેઓએ બલૂનને તોડી પાડવા માટે બુધવારે જ આદેશ જારી કર્યો હતો. પરંતુ ત્યારે અમેરિકા રક્ષા મંત્રાલય પેંટાગોને રાહ જોવાની ભલામણ કરી હતી કે જ્યાં સુધી આ બલૂન સમુદ્ર પર ન જાય ત્યાં સુધી રાહ જોવી જોઈએ. તેનો મુખ્ય હેતુ શૂટ ડાઉનથી જે કાટમાળ પડે એનાથી લોકોને બચાવવાનો હતો. બાઈડને કહ્યું કે, તેઓએ સફળતાપૂર્વક તેને નીચે પાડ્યું છે અને હું આપણાં એવિએટર્સને શુભેચ્છા આપવા માગુ છું, જેઓએ આ કામ કર્યું.

LEAVE A REPLY

10 − 6 =