(PTI Photo)

ચીનના વિદેશ મંત્રાલયે સોમવારે બપોરે તેની વેબસાઇટ પર એક સંક્ષિપ્ત નિવેદનમાં જણાવ્યું હતું કે, ચીનના વડા પ્રધાન લી કિઆંગ આ સપ્તાહના અંતમાં દિલ્હીમાં યોજાનારી 18મી G20 સમિટમાં ભાગ લેશે. આ જાહેરાતનો અર્થ એ થાય છે કે ચીનના પ્રેસિડન્ટ શી જિનપિંગ હાજર રહેશે નહીં, કારણ કે બેઇજિંગ તેના બે સૌથી શક્તિશાળી નેતાઓને એક જ સમયે વિદેશ યાત્રા પર મોકલતું નથી.

ચીની વિદેશ મંત્રાલયના પ્રવક્તા માઓ નિંગને ટાંકીને નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, “ભારત સરકારના આમંત્રણ પર, સ્ટેટ કાઉન્સિલના પ્રીમિયર લી કિઆંગ 9-10 સપ્ટેમ્બરના રોજ નવી દિલ્હી, ભારતમાં આયોજિત 18મી G20 સમિટમાં ભાગ લેશે.

પ્રેસિડન્ટ શી જિનપિંગ જી-20 બેઠકમાં સામેલ નહીં થાય તે અંગે છેલ્લાં એક સપ્તાહથી અટકળો ચાલતી હતી અને હવે તેને પુષ્ટી મળી છે. હાલમાં ચીનના નવા નકશાના મુદ્દે ભારત અને ચીન વચ્ચે વિવાદ થયો હતો. ચીને ભારતના અરુણાચલપ્રદેશના કેટલાંક વિસ્તારોને તેનો હિસ્સો ગણાવ્યો હતો. અગાઉના રશિયાના પ્રેસિડન્ટ પણ જી-20મા હાજર ન રહેવાની માહિતી આપી ચુક્યા છે.

 

 

LEAVE A REPLY

6 − 4 =