(ANI Photo)

જી-20 શિખર બેઠકની કેટલીક ઇવેન્ટ્સના કાશ્મીર અને અરુણાચલપ્રદેશમાં આયોજન સામે ચીન અને પાકિસ્તાનના વિરોધને ફગાવી દેતા ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે ભારત તેના પ્રદેશના દરેક ભાગમાં જી-20 બેઠકો યોજે તે સ્વાભાવિક છે. ચીન G20નું સભ્ય દેશ છે, જ્યારે પાકિસ્તાન તેમાં સામેલ નથી.

વૈશ્વિક મંચ પર ભારતની સાંસ્કૃતિક અને પ્રાદેશિક વિવિધતાને પ્રદર્શિત કરવાના પ્રયાસોના ભાગરૂપે, મોદી સરકારે દેશભરમાં G20 કાર્યક્રમોનું આયોજન કર્યું છે.

ચીન અને પાકિસ્તાનને કાશ્મીરમાં એક કાર્યક્રમ યોજવાના નિર્ણય સામે વાંધો ઉઠાવ્યો હતો.” આગામી સપ્તાહે ભારતમાં જી-20 દેશોની બેઠક પહેલા એક ઇન્ટરવ્યૂમાં મોદીએ જણાવ્યું હતું કે  જો આપણે તે સ્થળોએ બેઠકો યોજવાનું ટાળ્યું હોત તો આવો પ્રશ્ન માન્ય રહેશે. આપણે એક વિશાળ, સુંદર અને વૈવિધ્યસભર રાષ્ટ્ર છીએ. G20 બેઠકો થઈ રહી છે, ત્યારે શું તે સ્વાભાવિક નથી કે આપણા દેશના દરેક ભાગમાં બેઠકો યોજવામાં આવશે.ભારતે શ્રીનગરમાં 22 મેથી ત્રણ દિવસ માટે પ્રવાસન પર ત્રીજી G20 કાર્યકારી જૂથની બેઠક યોજી હતી. ચીન સિવાયના તમામ G20 દેશોના પ્રતિનિધિઓએ આ કાર્યક્રમ માટે મનોહર ખીણની મુલાકાત લીધી હતી. માર્ચમાં G20 કાર્યક્રમ માટે મોટી સંખ્યામાં પ્રતિનિધિઓએ અરુણાચલ પ્રદેશની મુલાકાત પણ લીધી હતી.

મોદીએ જણાવ્યું હતું કે ભારતની G20 પ્રમુખપદની મુદત પૂરી થાય ત્યાં સુધીમાં તમામ 28 રાજ્યો અને આઠ કેન્દ્રશાસિત પ્રદેશોના 60 શહેરોમાં 220થી વધુ બેઠકો યોજાઈ હશે તથા લગભગ 125 રાષ્ટ્રીયતાના એક લાખથી વધુ સહભાગીઓ ભારતીયોની કુશળતાના સાક્ષી બનશે.

LEAVE A REPLY

five × five =