ફોટો સૌજન્ય gujarattourism.com

ખેડા જિલ્લામાં આવેલા સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરના રણછોડરાય મંદિર સંકુલમાં સોમવારે વહેલી સવારે મંગળા આરતી દરમિયાન દર્શનના મુદ્દે ભક્તોના બે જૂથો વચ્ચે મારામારીની શરમજનક ઘટના બની હતી. આ આખી જ ઘટના મંદિરના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી અને આ મામલો પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો હતો. મંદિર પરિસરમાં શાંતિ પુનઃસ્થાપિત કરવા માટે પોલીસ હસ્તક્ષેપ કરવો પડ્યો હતો.

મીડિયા રીપોર્ટ મુજબ વહેલી સવારે મંગળા આરતી ચાલી રહી હતી ત્યારે ભક્તો દર્શન માટે બાખડ્યાં હતા. મંદિરમાં ભગવાન રણછોડરાયના દર્શન કરવા અનેક વૈષ્ણવ ભક્તો આવ્યા હતાં. આ ભક્તોમાં દર્શન કરવાના મુદ્દે ઉગ્ર બોલાચાલી થઈ હતી અને પછી મામલો બિચક્યો હતો.

પોલીસસૂત્રોના જણાવ્યા મુજબ મંગળા આરતી ચાલી રહી હતી ત્યારે દ્વાર ખૂલવાના સમય પહેલા જ મંદિરની અંદર બબાલ શરૂ થઈ ગઈ હતી. આની અંદર થયું હતું એવું કે મંદિરમાં દર્શનાર્થે કેટલાક બહારથી પણ ભક્તો આવ્યા હતા તે ભક્તો સાથે ત્યાંના સ્થાનિક ભક્તો પણ રોષે ભરાયા હતા.

મંદિરના મેનેજરે એક નિવેદન જારી કરી જણાવ્યું હતું કે આ જે સમગ્ર મામલો થયો હતો તે મંદિરના ઘૂમટની અંદર બન્યો હતો. ભક્તોના બે જુથ વચ્ચે મારામારી શરૂ થઈ ગઈ હતી. જોકે, મંદિરમાં હાજર પોલીસ જવાનો અને સિક્યુરિટી સ્ટાફ દ્વારા બંને જૂથોને છૂટા પાડવામાં આવ્યા હતા.

 

LEAVE A REPLY

four + three =