યુ.કે.માં તાજેતરમાં થયેલી સ્થાનિક કાઉન્સિલની ચૂંટણીમાં ટેઈમસાઈડ કાઉન્સિલના વોટરલૂ વોર્ડમાંથી બારડોલીના મૂળ વતની અને ગુજરાતી હિન્દુ મહિલા શ્રીમતી સંગીતાબેન પટેલ લેબર પાર્ટીમાંથી કાઉન્સિલર તરીકે વિજેતા થયા છે.

સમગ્ર કાઉન્સિલમાં તેઓ એક માત્ર ગુજરાતી મહિલા કાઉન્સિલર છે. આ અગાઉ તેઓ સૌ પ્રથમ 2021માં ચૂંટાયા હતા. તેઓ ત્રીજી વખત કાઉન્સિલર તરીકે ચૂંટાયા હતા અને તેમની નિમણુંક આસીસ્ટન્ટ એક્ઝીક્યુટીવ મેમ્બર ફોર કલ્ચર, હેરીટેજ એન્ડ ડીજીટલ ઈનક્લુઝન તરીકે કરવામાં આવી છે.

તેઓ છેલ્લા 3 વર્ષથી કાઉન્સિલર તરીકે સમાજની સારી રીતે સેવાઓ કરી રહ્યા છે અને પતિ શૈલેષકુમાર પટેલ અને પુત્રી રિયા સાથે વોટરલૂ ખાતે છે. તેઓ બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના સત્સંગી છે અને પોતાની સફળતાનો યશ પોતાના ગુરૂ પ.પૂ. મહંત સ્વામીને ચરણે ધરે છે.

LEAVE A REPLY

4 × 3 =