Jalebi Baba, accused of raping 120 women in Haryana
પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

ઝારખંડના દુમકા જિલ્લામાં 12માં ધોરણમાં અભ્યાસ કરતી 19 વર્ષની હિન્દી યુવતીને શાહરૂખ નામના યુવકે એકતરફી પ્રેમમાં નિષ્ફળતા બાદ જીવતી સળગાવી દેતા સમગ્ર વિસ્તારોમાં કોમી તંગદિલી ઊભી થઈ હતી, એમ રવિવારે પોલીસે જણાવ્યું હતું. હિન્દુવાદી સંગઠનો બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદના આગેવાનો અને કાર્યકરોએ દુમકા બજારમાં બંધ પાળી વિરોધી દેખાવો કર્યા હતા. દેખાવકારોએ શાહરૂખ વિરુદ્ધ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવવાની માંગણી કરી હતી.

પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે યુવતીનું રવિવારે સવારે 2.30 વાગ્યે રાંચીના રાજેન્દ્ર ઇન્સ્ટીટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (રિમ્સ)માં સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. પોસ્ટમોર્ટમ બાદ યુવતી અંકિતાના મૃતદેહને દુમકા લાવવામાં આવશે. જેરુવાડીહ વિસ્તારમાં યુવતીના ઘરે સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી હતી.

23 ઓગસ્ટે લઘુમતી સમુદાયના શાહરૂખે એકતરફી પ્રેમમાં નિષ્ફળતા બાદ પાડોશના વેપારી સંજીવ સિંહની 19 વર્ષની પુત્રીને મોડી રાત્રે સૂતી વખતે બારીમાંથી પેટ્રોલ નાખીને આગ ચાંપી દીધી હતી. જેમાં તે 90 ટકાથી વધુ દાઝી ગઈ હતી. પોલીસે જણાવ્યું હતું કે આ ઘટના બાદ અંકિતાને રાંચીના રિમ્સમાં દાખલ કરવામાં આવી હતી, જ્યાં એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ ચંદ્રદીપ સિંહે તેનું નિવેદન નોંધ્યું હતું, જેને હવે પીડિતાના મરણોત્તર નિવેદન તરીકે લેવામાં આવ્યું હતું.

પોલીસે જણાવ્યું હતું કે શાહરૂખ છેલ્લા કેટલાક સમયથી અંકિતાને હેરાન કરતો હતો અને પ્રેમ સંબંધ રાખવા માટે તે રાજી ન થતાં ધમકી પણ આપી હતી કે જો તું મારી વાત નહીં માને તો તને જાનથી મારી નાખીશ. શાહરૂખની ધરપકડ કરીને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો હતો.