(ANI Photo/Sansad TV)

મોદી સરકાર સામે વિપક્ષની અવિશ્વાસની દરખાસ્ત અંગે બુધવારે ઉગ્ર ચર્ચા દરમિયાન નવો વિવાદ ઊભો થયો હતો. સ્મૃતિ ઈરાનીએ કોંગ્રેસ નેતા સામે મહિલા સાંસદોને ફ્લાઈંગ કિસ આપવાનો ગંભીર આક્ષેપ કર્યો હતો. એવું માનવામાં આવે છે કે રાહુલ ગાંધી પોતાનું ભાષણ પૂરું કરીને સંસદમાંથી બહાર નીકળી રહ્યાં હતાં ત્યારે તેમણે ફ્લાઈંગ કિસનો ઈશારો કર્યો હતો. ભાજપની મહિલા સાંસદોએ તેની સામે વાંધો ઉઠાવ્યો હતો. રાહુલ ગાંધી અગાઉ પણ સંસદમાં બીજા સભ્યો સામે આંખ મારી ચુક્યા છે.  

તેમણે જણાવ્યું હતું કે  ‘હું એક વાત પર મારો વાંધો વ્યક્ત કરવા માંગુ છું. જેમને આજે મારી પહેલા બોલવાનો અધિકાર આપવામાં આવ્યો હતો તેઓ આજે જતી વખતે નારીવિરોધી લક્ષણના દર્શન કર્યા છે. આ કોઈ અભદ્ર વ્યક્તિ જ મહિલા સાંસદોને ફ્લાઈંગ કિસ આપી શકે છે. આવો અનાદરપૂર્ણ વ્યવહાર આ દેશના ગૃહમાં ક્યારેય જોવા મળ્યો નથી. આજે દેશને ખબર પડી કે આ તે પરિવારના લક્ષણો છે. 

અવિશ્વાસ પરની ચર્ચા દરમિયાન રાહુલ ગાંધી પ્રથમ બોલ્યા હતા. તેમણે મણિપુર પર ‘ભારત માતાની હત્યા કરવાની આક્ષેપ કરીને મોદી સરકાર પર આકરા પ્રહારો કર્યો હતો. આ પછી સ્મૃતિ બોલવા માટે ઉભા થયા અને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને ઘેર્યા હતો. આ દરમિયાન તેમણે ભાષણમાં ફ્લાઈંગ કિસનો પણ ઉલ્લેખ કર્યો હતો. સ્મૃતિએ કહ્યું કે રાહુલે મહિલા સાંસદોનું અપમાન કર્યું છે.  

LEAVE A REPLY