કેન્દ્રીય પ્રધાન પરષોત્તમ રૂપાલા (ANI Photo/Jitender Gupta)

લોકસભાની ચૂંટણી પહેલા કેન્દ્રીય પ્રધાન પરષોત્તમ રૂપાલાની ક્ષત્રિયો અંગેની ટીપ્પણીથી મોટો વિવાદ થયો હતો. ક્ષત્રિય સમુદાયના નેતાઓએ ગુરુવારે તેમની માફી સ્વીકારવાનો અથવા સમાધાન કરવાનો ઇનકાર કર્યો હતો. ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારી (CEO) પી ભારતીએ રાજકોટ જિલ્લા કલેક્ટર પ્રભવ જોશી પાસે રીપોર્ટ માંગ્યો હતો.

ક્ષત્રિય સમાજ માંગણી કરી રહ્યો છે કે રાજકોટમાંથી લોકસભાની ચૂંટણી માટે રૂપાલાએ પોતાની ઉમેદવારી પાછી ખેંચવી પડશે. દલિત સમુદાયે 22 માર્ચે યોજેલા એક કાર્યક્રમમાં રૂપાલાએ કથિત પણે જણાવ્યું હતું કે દલિત સમાજ અંગ્રેજો સામે નમ્યો ન હતો. અંગ્રેજોએ ભારતીયો પર અત્યાચાર ગુજારવામાં કોઈ કસર છોડી ન હતી. રાજા રજવાડાઓએ પણ અંગ્રેજો સામે શરણાગતિ સ્વીકારી હતી અને મહારાજાઓએ અંગ્રેજો સાથે રોટી-બેટીના વ્યવહાર કર્યા હતો.

રૂપાલાના આ નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ ફેલાયો હતો. આ પછી રૂપાલાએ બે વખત માફી માગી હતી, પરંતુ ક્ષત્રિય સમાજના લોકોએ તે સ્વીકારી ન હતી.

સોમવારે ભાજપના નેતાઓએ જણાવ્યું હતું કે વિરોધ કરી રહેલા ક્ષત્રિય સમુદાયના નેતાઓને મામલાને ઉકેલવા માટે સમજાવવાના પ્રયાસો ચાલુ છે. ક્ષત્રિય સમુદાયના ભાજપના નેતાઓ વિરોધ કરી રહેલા સમુદાયના સભ્યો સાથે બેઠકો કરી રહ્યા છે અને અમને વિશ્વાસ છે કે બે દિવસમાં કંઈક સમાધાન થઈ જશે.

LEAVE A REPLY

16 − nine =