Corona epidemic

ભારતમાં ફેબ્રુઆરીથી કોરોના દૈનિક નવા કેસોમાં વધારો થઈ રહ્યો છે, જે સ્પષ્ટપણે બીજી લહેરનો સંકેત આપે છે. જો 15 ફેબ્રુઆરીથી ગણતરી કરીએ તો બીજી લહેર 100 સુધી ચાલી શકે છે, એમ સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાના એક રિસર્ચ અહેવાલમાં આગાહી કરવામાં આવી છે.

આ અહેવાલમાં ટ્રેન્ડને આધારે અંદાજ મૂકવામાં આવ્યો છે કે જો 23 માર્ચના રોજ ભારતમાં નોંધાયેલા કોરોના કેસને ધ્યાનમાં રાખીએ તો બીજી લહેર દરમિયાન 25 લાખ જેટલા લોકો કોરોનાથી સંક્રમિત થાય તેવી સંભાવના છે. SBI દ્વારા 28 પાનાના રિપોર્ટમાં જણાવાયું છે કે સ્થાનિક સ્તર પર લગાવવામાં આવેલા ‘લોકડાઉન કે નિયંત્રણો’થી કોરોના પર કાબૂ મેળવવો મુશ્કેલ છે પરંતુ મોટા પ્રમાણમાં લોકો સુધી રસી પહોંચાડવામાં આવે તે એકમાત્ર ‘ઉપાય’ છે કે જેનાથી કોરોના મહામારી સામે લડી શકાશે.

રિપોર્ટમાં જણાવાયું છે કે, અત્યારે જે પ્રમાણે કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે તે જોતા એપ્રિલના બીજા પખવાડિયામાં બીજી લહેર તેના પીક પર પહોંચી શકે છે. આ સાથે રાજ્યોમાં કોરોના કેસને કાબૂમાં લેવા માટે લગાવવામાં આવેલા નિયંત્રણો કે લોકડાઉનના યોગ્ય પરિણામ આગામી મહિનાથી જોવા મળશે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.