(ANI Photo)

મુસ્લિમ ગેંગસ્ટરમાંથી રાજકારણી બનેલા મુખ્તાર અન્સારીનું ગુરુવારની રાત્રે હાર્ટએટેક પછી મોત થયું હતું. માફિયા ડોનના મોતને કારણે ઉત્તરપ્રદેશના અનેક શહેરોમાં સુરક્ષા સઘન બનાવવામાં આવી છે. મુખ્યારના પરિવારે આક્ષેપ કર્યો હતો કે ગેંગસ્ટરને ધીમું ઝેર આપવામાં આવ્યું હતું. આ માફિયા ડોન ઘણા ગુનાહિત કેસોનો સામનો કરી રહ્યો હતો અને 2005થી ઉત્તરપ્રદેશની જેલમાં બંધ હતો. જેલમાં જ તેની તબિયત લથડી હતી અને હોસ્પિટલમાં તેનું મોત થયું હતું.

લોકસભાની ચૂંટણી પહેલા અંસારીનું મોત એક મુદ્દો બનવાની ધારણા છે. સમાજવાદી પાર્ટી, કોંગ્રેસ અને બહુજન સમાજવાદી પાર્ટી જેવી કહેવાતી સેક્યુલર પાર્ટીઓ મુસ્લિમ વોટબેન્કને ધ્યાનમાં રાખીને આ મુદ્દે રાજ્યની યોગી સરકાર સામે પ્રહાર કરે તેવી શક્યતા છે.

માફિયા ડોનના મોતથી સમગ્ર રાજ્ય મોટા મેળાવડા પર પ્રતિબંધ મૂકતા પ્રતિબંધક આદેશો લાદવામાં આવ્યા હતાં. બાંદા, મૌ, ગાઝીપુર અને વારાણસી જિલ્લામાં વધારાના સુરક્ષા કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા હતાં.

ગેંગસ્ટર ગુરુવારે રાત્રે જિલ્લા જેલમાં બેભાન થયો હતો અને તેને બાંદાની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. થોડા કલાકો બાદ રાણી દુર્ગાવતી મેડિકલ કોલેજના ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યા કર્યો હતો.

મુખ્તાર અંસારીના પુત્ર અને તેના ભાઈએ તપાસની માંગ કરી હતી કારણ કે તેઓ માને છે કે જેલ તેને ધીમુ ઝેર આપવામાં આવ્યું હતું. સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજવાદી પાર્ટી જેવી કેટલીક કહેવાતી સેક્યુલર પાર્ટીઓએ પણ તપાસની માગણી કરી હતી.

મુખ્તાર અંસારી મૌ સદર બેઠક પરથી પાંચ વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયો હતો. તેની સામે 60 ફોજદારી કેસ પેન્ડિંગ હતાં. સપ્ટેમ્બર 2022થી યુપીની વિવિધ અદાલતો દ્વારા તેને આઠ કેસોમાં સજા કરવામાં આવી હતી અને તે બાંદા જેલમાં બંધ હતો. ઉત્તરપ્રદેશમાં યોગી આદિત્યનાથની ભાજપ સરકાર આવ્યા પછી રાજ્યમાંથી એકપછી બીજા ગેંગસ્ટરોનો સફાયો થઈ રહ્યો છે. અગાઉ અતિક અહેમદને કોર્ટની બહાર ઠાર કરાયો હતો.

 

 

LEAVE A REPLY

1 × four =