ખેડૂતોના દિલ્હી ચલો આંદોલન દરમિયાન દિલ્હીની સિંઘુ બોર્ડર પાર કરી રહેલા ખેડૂતોને અટકાવવા માટે પોલીસે ટીયર ગેસનો ઉપયોગ કર્યો હતો. (PTI Photo/Ravi Choudhary)

કેન્દ્ર સરકારના કૃષિ કાયદા વિરુદ્ધ પંજાબના ખેડૂતોના દિલ્હી ચલણો આંદોલનના ભાગરૂપે દિલ્હીની કૂચ કરી રહેલા હજારો ખેડૂતોને શુક્રવારે દિલ્હીમાં પ્રવેશ કરવાની મંજૂરી મળી હતી. ખેડૂતોએ દિલ્હીના રામલીલા મેદાનમાં એકઠા થઈને વિરોધ પ્રદર્શન કરવાની યોજના બનાવી છે.

જોકે દિલ્હીની સિંધુ બોર્ડર પર તંગદિલી વધી હતી. અહીંયા હરિયાણા અને પંજાબના ખેડૂત મોટી સંખ્યામાં એકઠા થયા હતા અને રસ્તામાં ઘણી જગ્યાએ પોલીસ પર પથ્થરમારો થયો હતો. હરિયાણાથી દિલ્હી બોર્ડર સુધી પોલીસે 7 વખત નાકાબંધી કરી, પણ ખેડૂત દર વખત ટ્રેક્ટરના સહારે આગળ વધતા ગયા હતા. પોલીસે રસ્તા ખાડા ખોદીને અને વોટર કેનનનો ઉપયોગ કરીને ખેડૂતોની કૂચને અટકાવવાનો પ્રયાસ કર્યો હતો.

પંજાબ અને હરિયાણાના ખેડૂતોની સાથે ઉત્તરપ્રદેશના પણ ખેડૂતો પણ રસ્તા પર ઉતર્યા હતા. પશ્ચિમ યુપીમાં ખેડૂતોએ હાઈવે જામ કર્યો હોવાના અહેવાલો મળ્યો હતા.પંજાબથી નિકળેલા ખેડૂતો કહી રહ્યા હતા કે, અમે એક મહિનાના રાશન સાથે દિલ્હી જઈ રહ્યા છીએ અને એક મહિના સુધી પણ અમારી ધરણા કરવાની તૈયારી છે.

દરમિયાન પંજાબના મુખ્યપ્રધાન કેપ્ટન અમરિન્દર સિંહે કેન્દ્ર સરકારને અપીલ કરી છે કે, સરકાર ખેડૂતો સાથે વાતચીત કરે અને આ મુદ્દાનો ઉકેલ લાવે.ભારતીય ખેડૂત યુનિયન(ભાકિયુ)ના પ્રવક્તા રાકેશ ટિકૈતે કૃષિ કાયદાના વિરોધમાં UP નેશનલ હાઈવે અનિશ્વિત સમય માટે જામ કરવાનો નિર્ણય કર્યો હતો.