દિલ્હી હાઇકોર્ટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પરની વિવાદાસ્પદ ડોક્યુમેન્ટ્રી અંગેના માનહાનિના કેસમાં સોમવારે (22) બ્રિટિશ બ્રોડકાસ્ટર બીબીસીને સમન્સ જારી કર્યું હતું. આ ડોક્યુમેન્ટરીમાં 2002ના ગુજરાત રમખાણો દરમિયાન મોદીના નેતૃત્વ પર સવાલ ઉઠાવ્યા હતા. બીબીસી સામે ગુજરાત સ્થિત એનજીઓ ‘જસ્ટિસ ઓન ટ્રાયલ’ કેસ દાખલ કર્યો છે.

બદનક્ષીના કેસમાં દાવો કરાયો છે કે આ વર્ષની શરૂઆતમાં પ્રસારિત થયેલી ડોક્યુમેન્ટરી “ઇન્ડિયાઃ ધ મોદી ક્વેશ્ચન”માં ભારતની તેના ન્યાયતંત્રની અને વડાપ્રધાનની પ્રતિષ્ઠાને ઠેસ પહોંચાડવામાં આવી હતી

ભારતીય ટેક્સ અધિકારીઓએ ફેબ્રુઆરીમાં નવી દિલ્હી અને મુંબઈમાં બીબીસીની ઓફિસો સામે સર્ચ કાર્યવાહી કર્યાના મહિનાઓ હાઇકોર્ટે આ સમન્સ જારી કર્યું છે. ગુજરાત સ્થિત એક એનજીઓએ બીસીસી સામે આ કેસ દાખલ કર્યો હતો.

જસ્ટિસ ઓન ટ્રાયલના એડવોકેટ સિદ્ધાર્થ શર્માએ જણાવ્યું હતું કે ડોક્યુમેન્ટ્રીએ “દુર્ભાવનાપૂર્ણ રીતે ભારતને બદનામ કર્યું છે. કોર્ટે સોમવારે બીબીસીને સમન્સ જારી કર્યું હતું અને આગામી સુનાવણી 23 સપ્ટેમ્બરે રાખવામાં આવી છે. બીબીસીના પ્રવક્તાએ કહ્યું હતું “અમે કોર્ટની કાર્યવાહીથી વાકેફ છીએ. આ તબક્કે વધુ ટિપ્પણી કરવી અયોગ્ય રહેશે.”

LEAVE A REPLY

seven + ten =