(ANI Photo)

ગલ્ફ દેશોમાં કથિત પ્રતિબંધ મૂકવામાં આવ્યો હોવા છતાં રણવીર સિંહ, અક્ષય ખન્નાની ફિલ્મ ધુરંધર બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી રહી છે. ફિલ્મ રવિવાર, 13 ડિસેમ્બર સુધી આશરે 295 કરોડની કમાણી કરી હતી.

સૂત્રોના જણાવ્યા મુજબ બહેરીન, કુવૈત, ઓમાન, કતાર, સાઉદી અરેબિયા અને યુએઈએ ધુરંધર ફિલ્મ રિલીઝ કરી નથી. આ ફિલ્મને ‘પાકિસ્તાન વિરોધી ફિલ્મ’ માનવામાં આવતી હોવાથી ગલ્ફ દેશોમાં તેને રીલિઝ કરાઈ નથી. તમામ ગલ્ફ દેશોએ ફિલ્મની થીમને મંજૂરી આપી ન હતી. આ જ કારણ છે કે ધુરંધર કોઈપણ ગલ્ફ દેશોમાં રિલીઝ થઈ નથી.
આ ફિલ્મ મારફત લાંબા સમય પછી રણવીર સિંહે બોક્સ ઓફિસ પર મોટી સફળતા મેળવી છે. નેટફ્લિક્સે ફિલ્મના OTT સ્ટ્રીમિંગ રાઇટ્સ રૂ.130 કરોડમાં ખરીદ્યા હોવાના પણ અહેવાલ હતાં.

ધુરંધર 5 ડિસેમ્બર, 2025એ રિલીઝ થઈ હતી. ફિલ્મના દરેક પાત્રોએ પોતાના કામથી દર્શકોને પ્રભાવિત કર્યા છે. ધુરંધર એક સ્પાઈ એક્શન થ્રિલર ફિલ્મ છે.

ધુરંધરમાં રણવીર સિંહની જોડી તેનાથી 20 વર્ષ નાની સારા અર્જુન સાથે જોવા મળે છે. સારા સાઉથ ઈન્ડસ્ટ્રીના સ્ટાર રાજ અર્જુનની દીકરી છે. તેણે અગાઉ ચાઈલ્ડ એક્ટર તરીકે કામ કર્યું છે. હવે, લીડ એક્ટ્રેસ તરીકે તે સ્ક્રિન પર છવાઈ ગઈ છે. તેણે ધુરંધરમાં પણ શાનદાર અભિનય કર્યો, તેનાથી ઘણા મોટા રણવીર સિંહ સાથેની તેની કેમેસ્ટ્રીની પ્રશંસા થઈ રહી છે.

LEAVE A REPLY