ગુજરાતના જાણીતા હાસ્ય કલાકાર દિનકરભાઇ મહેતાના સ્ટેન્ડ અપ કોમેડી નાઇટ શોનું આયોજન તા. 21 ઓગસ્ટના રોજ ઇસ્ટકોટના ધ બ્લેક હોર્સ પબ ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં 100 જેટલા લોકો ઉપસ્થિત રહ્યાં હતાં.

દિનકરભાઇના ખડખડાટ હસાવતા જોક્સ સાંભળીને શ્રોતાઓ બેવડ વળી ગયા હતા. તેમણે મનભરીને સ્વાદિષ્ટ વાનગીઓની મોજ માણી હતી.

આ કાર્યક્રમને જોરદાર સફળતા મળતા દિવોસ એટ ધ બ્લેક હોર્સ પબ – રેસ્ટોરંટ, ઇસ્ટકોટ, HA5 2EN ખાતે વિખ્યાત સ્ટેન્ડ અપ કોમેડી આર્ટીસ્ટ દિનકરભાઇ મહેતાના ફક્ત પુરૂષો માટેના સ્પેશ્યલ સ્ટેન્ડ અપ કોમેડી શોનું આયોજન તા. 11 સપ્ટેમ્બરના રોજ સાંજે 6.30થી કરવામાં આવ્યું છે. આ પ્રસંગે બફે ડીનર અને દિનકરભાઇ મહેતાના આનંદ ઉલ્લાસથી ભરેલા તાજા જોકનો આનંદ માણવા મળશે.

શ્રોતાઓએ આવા કાર્યક્રમના આયોજનો સતત કરતા રહેવા વિનંતી કરી તેમને શુભેચ્છાઓ પાઠવી હતી.

ટિકીટ માત્ર £20 છે. બુકીંગ માટે સંપર્ક: 020 8866 9106 અથવા 07306 000 821.

LEAVE A REPLY

3 × one =