અગ્રણી સાઉથ એશિયન ડાન્સ અને મ્યુઝિક કોરિયોગ્રાફર, રોયલ સોસાયટી ઑફ આર્ટસ (FRSA)ના ફેલો અને નિષ્ણાત મેન્ટલ હેલ્થ ચેમ્પિયન ડૉ. ચિત્રા રામક્રિષ્નનને દક્ષિણ ભારતીય શાસ્ત્રીય સંગીત અને નૃત્યના પ્રચાર માટે સેવાઓ માટે ક્વીન્સ પ્લેટિનમ જ્યુબિલી બર્થડે ઓનર્સમાં MBE એનાયત કરાયો છે.

વેસ્ટ મિડલેન્ડ્સમાં સોલિહલમાં રહેતા અને બે બાળકોની માતા ડૉ. ચિત્રા લોકપ્રિય નોન પ્રોફિટ વર્લ્ડ મ્યુઝિક કોન્ફરન્સના સ્થાપક અને નિયામક છે. તેઓ 2005માં લીડ્ઝમાં સ્થપાયેલી શ્રુતિયુકેના સ્થાપક અને કલાત્મક નિર્દેશક છે અને બર્મિંગહામમાં તેમણે જૂન 2015માં બ્રિટિશ કર્ણાટિક કોયરની સ્થાપના કરી હતી.

ડૉ. રામકૃષ્ણન, સંગીત અને નૃત્ય દ્વારા નિષ્ણાત વર્કશોપ ઓફર કરે છે. તેમને વેસ્ટ મિડલેન્ડ્સના મેયર

એન્ડી સ્ટ્રીટ CBE, વેસ્ટ મિડલેન્ડ્સના લોર્ડ-લેફ્ટનન્ટ, જ્હોન ક્રેબટ્રી OBE, વેસ્ટ મિડલેન્ડ્સના ભૂતપૂર્વ લોર્ડ-લેફ્ટનન્ટ પોલ સબાપથી CVO CBE અને બર્મિંગહામમાં ભારતના કોન્સલ જનરલ ડૉ. શશાંક વિક્રમે અભિનંદન આપ્યા હતા.