NHS કન્ફેડરેશન દ્વારા સંચાલિત અને NHS ઇંગ્લેન્ડ દ્વારા સપોર્ટેડ NHS રેસ અને હેલ્થ ઓબ્ઝર્વેટરીના ડિરેક્ટર તરીકે ડો. હબીબ નકવી,MBEની નિમણૂક કરવામાં આવી છે. આ સંશોધન સંસ્થા મે 2020માં શરૂ કરવામાં આવી હતી. તેનો હેતુ શ્યામ અને વંશીય લઘુમતી (BME) પૃષ્ઠભૂમિના લોકોના ચોક્કસ આરોગ્યના પ્રશ્નો અને પડકારોને ઓળખવાનો અને તેનો સામનો કરવાનો છે.

ડૉ. નકવી ઇકવોલીટી એન્ડ ડાયવર્સીટી પોલીસી, પબ્લિક હેલ્થ અને હેલ્થ સાયકોલોજીની પૃષ્ઠભૂમિ ધરાવે છે. હાલમાં તેઓ એનએચએસ ઇંગ્લેન્ડની અંદર એનએચએસ વર્કફોર્સ રેસ ઇક્વાલિટી સ્ટાન્ડર્ડ માટે વચગાળાના ડિરેક્ટર છે અને મેરી સીકોલ ટ્રસ્ટના એમ્બેસડર છે.

તેઓ 2013માં એનએચએસ ઇંગ્લેન્ડમાં જોડાયા હતા. તેમની પાસે હેલ્થ કેર રીસર્ચનાં પોર્ટફોલિયો સહિત શૈક્ષણિક અને સંશોધનનો અનુભવ છે. એનએચએસમાં સમાનતા અને વિવિધતા માટેની સેવાઓ બદલ તેમને 2019માં એમબીઈ સન્માન મળ્યુ હતું.