રોકાણકારો સાથે રૂ.2,700 કરોડના કથિત ફ્રોડના કેસમાં મની લોન્ડરિંગ તપાસના ભાગ રૂપે, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)એ ગુરુવારે રાજસ્થાન અને ગુજરાતમાં દરોડા પાડ્યા હતાં
નેક્સા એવરગ્રીન નામની કંપની સામે રાજસ્થાન પોલીસે દાખલ કરેલી ફરજિયાતને આધારે ઇડીએ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળ કેસ દાખલ કર્યો છે. સૂત્રોએ જણાવ્યું હતું કે કંપની પર આરોપ છે કે તેને ગુજરાતના ધોલેરા શહેરમાં વધુ વળતર અને જમીનના પ્લોટનું વચન આપીને રોકાણકારો સાથે રૂ.2,700 કરોડની છેતરપિંડી કરી હતી.આ તપાસના ભાગ રૂપે, રાજસ્થાનના સીકર, જયપુર, જોધપુર અને ઝુનઝુનુ અને ગુજરાતના અમદાવાદમાં લગભગ બે ડઝન સ્થળોએ તપાસ કરવામાં આવી રહી છે.
