Getty Images)

સુપ્રીમ કોર્ટે એક મહત્વનો ચુકાદો આપી ઠરાવ્યું છે કે પૈતૃક સંપતિમાં પુત્રીઓનો પણ સમાન હિસ્સો માન્યો છે. જસ્ટીસ કરુણ મિશ્રાની બેંચે ચુકાદામાં જણાવ્યું હતું કે ઉતરાધિકાર કાનુન 2005માં સુધારાની આ વ્યાખ્યા છે. કોર્ટે પોતાની મહત્વની ટિપ્પણીમાં જણાવ્યું હતું કે દીકરીઓ હંમેશ દિકરીઓ રહે છે. દીકરા તો બસ લગ્ન સુધી રહે છે. મતલબ કે 2015માં કાયદામાં સુધારો કરવામાં આવ્યો એ પહેલા પણ જો કોઈ પિતાનું મૃત્યું થયું હોય તો પણ પુત્રીઓને પિતાની સંપતિમાં પુત્ર અથવા પુત્રોની બરાબર હિસ્સો મળશે.

સુપ્રીમ કોર્ટે આ ચુકાદા દ્વારા સાફ કર્યું છે કે 5 સપ્ટેમ્બર, 2005 એ સંસદે અવિભાજીત હિંદુ પરિવારના ઉતરાધિકારી નિયમોમાં ફેરફાર કર્યો હતો. એ દ્વારા પુત્રીઓને પૈતૃતક સંપતિમાં બરાબરની હિસ્સેદાર ગણવામાં આવી હતી. આથી 9 સપ્ટેમ્બર, 2015એ આ સુધારો લાગુ થયો એ પહેલા પણ કોઈ વ્યક્તિ મૃત્યુ પામી હોય અને સંપતિના હિસ્સાની વહેંચણી બારામાં થઈ રહી હોય તો પણ પુત્રીઓને સરખો હિસ્સો આપવો પડશે.

આ કાયદાનો ઈતિહાસ રસપ્રદ છે. એન.ટી.રામારામ નાટયમાં આંધ્રના મુખ્ય પ્રધાન હતા ત્યારે તેમણે પૈતૃક સંપતિમાં પુત્રીઓને બરાબર હિસ્સેદારીનો કાયદો પસાર કર્યો હતો. એના 20 વર્ષ પછી સંસદે 2005માં તેનું અનુકરણ કરી સમગ્ર દેશમાં પૈતૃક સંપતિમાં પુત્રીઓને બરાબર હિસ્સો આપવા કાયદો પસાર કર્યો હતો. આ મામલો ભાઈ-બહેનો વચ્ચે સંપતિની વહેંચણીનો હતો, સુપ્રીમ કોર્ટમાં એક બહેને દાદ માંગી હતી જેમાં ભાઈઓએ બહેનને સંપતિમાં બરાબર હિસ્સો આપવા ઈન્કાર કરતાં એવું કારણ આપ્યું હતું કે પિતાનું મૃત્યુ 2005માં 9 સપ્ટેમ્બર પહેલા થયું હતું, અને એથી કાયદામાં સંશોધન આ કિસ્સામાં લાગુ પડે નહીં.

પરંતુ, સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યુ હતું કે 2005 પહેલાં પણ પિતાનું મૃત્યુ થયું હોય તો પણ પુત્રીઓને સંપતિમાં પુત્રો બરાબર હિસ્સો મળશે. સુપ્રીમ કોર્ટે અવલોકન કરતા જણાવ્યું હતું કે પુત્રીઓ આખી જીંદગી મા-બાપને પ્રેમ કરનારી હોય છે. એક પુત્રી જન્મથી મૃત્યુ સુધી માતા-પિતા માટે પ્રેમાળ પુત્રીઓ હોય છે જયારે લગ્ન બાદ પુત્રોની નિયત અને વ્યવહારમાં બદલાવ આવે છે, પણ પુત્રીઓની નિયતમાં નહીં. લગ્ન પછી પુત્રીઓનો પ્રેમ માતા-પિતા તરફ વધી થાય છે.