યુરોપિયન યુનિયને ગત શુક્રવારે યુરોપમાં આવેલી રશિયન સેન્ટ્રલ બેંકની મિલકતોને અનિશ્ચિત કાળ માટે ફ્રીઝ કરવા સહમતી દર્શાવી છે. આથી હવે યુક્રેનને રશિયા સામે પોતાનો બચાવ કરવામાં મદદ માટે રોકડ નાણાનો ઉપયોગ કરવામાં મોટો અવરોધ દૂર થયો છે. યુનિયન ઇચ્છે છે કે, યુક્રેનને આર્થિક મદદ મળતી રહે અને તે લડતું રહે, કારણ કે તે રશિયા દ્વારા હુમલાને પોતાની સુરક્ષા સામે જોખમ માને છે. આથી યુનિયનના વિવિધ દેશો 2022માં મોસ્કોના યુક્રેન પર હુમલા પછી સ્થિર કરેલી કેટલીક રશિયન મિલકતોનો ઉપયોગ કરવાનો લક્ષ્યાંક ધરાવે છે. યુનિયનના જુદા જુદા દેશની સરકારોએ એ મુદ્દે પ્રથમ સહમતી દર્શાવી હતી કે, મિલકતોનીની પરિસ્થિતિને લંબાવવા માટે દર છ મહિને ચૂંટણી કરવાને બદલે 246 બિલિયન ડોલરની કિંમતની રશિયન મિલકતોને જરૂર હોય ત્યાં સુધી ફ્રીઝ કરવી. આ સહમતીથી એ જોખમ દૂર થશે કે, રશિયા સાથે જેમના અન્ય દેશો કરતાં સારા સંબંધો છે તે હંગેરી અને સ્લોવાકિયા કોઈ મુદ્દે આવી ફ્રીઝ કરવાની કાર્યવાહીને આગળ વધારવાનો ઇનકાર કરી શકે છે, જેના કારણે યુનિયન દ્વારા રશિયાને નાણાં પરત આપવા પડી શકે છે.













