અમેરિકામાં ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશનના દ્વારા નવી H-1B વિઝા અરજીઓ પર 100,000 ડોલરની ફી લાદવાના નિર્ણયના વિરુદ્ધમાં 20 રાજ્યોએ કેસ કર્યો હતો. આ રાજ્યોની દલીલ છે કે આ નીતિ ગેરકાયદે છે અને જરૂરી હોય તેવી જાહેર સેવાઓ સામે જોખમ ઊભું કરે છે. આ કેસમાં ડીપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સીક્યુરિટી દ્વારા લાગુ કરાયેલી નીતિને જવાબદાર ઠેરવવામાં આવી છે, જે હોસ્પિટલો, યુનિવર્સિટીઓ અને પબ્લિક સ્કૂલ્સ દ્વારા બહોળી રીતે ઉપયોગમાં લેવાતા H-1B વિઝા પ્રોગ્રામ અંતર્ગત ઉચ્ચ પ્રકારની કુશળતા ધરાવતા વિદેશી વર્કર્સને નોકરી પર રાખવા ઇચ્છતી કંપનીઓના ખર્ચમાં મોટો વધારો કરે છે. આ કેસનું નેતૃત્ત્વ કેલિફોર્નિયાના એટર્ની જનરલ રોબ બોન્ટાની ઓફિસ દ્વારા કરવામાં આવી રહ્યું છે, તેમણે જણાવ્યું હતું કે, તંત્ર પાસે ફી લાદવાની સત્તા નથી. આ અંગે બોન્ટાએ જણાવ્યું હતું કે, ‘વિશ્વની ચોથા સૌથી મોટા અર્થતંત્ર તરીકે, કેલિફોર્નિયા જાણે છે કે જ્યારે વિશ્વભરમાંથી કુશળ પ્રતિભાશાળી લોકો આપણી વ્યવસ્થામાં જોડાય છે, ત્યારે તેઓ આપણા રાજ્યને આગળ વધારે છે.’ તેમણે વધુમાં કહ્યું હતું કે, ‘પ્રેસિડેન્ટ ટ્રમ્પની ગેરકાયદે $100,000ની H-1B વિઝા ફી કેલિફોર્નિયાની સરકાર અને મહત્વપૂર્ણ સેવાઓ આપનારા તંત્રો પર બિનજરૂરી અને ગેરકાયદે નાણાકીય બોજ ઊભો કરે છે, જેનાથી મુખ્ય ક્ષેત્રોમાં લેબરની અછત વધી રહી છે.’

LEAVE A REPLY