એક નવા અભ્યાસમાં જણાવ્યા પ્રમાણે, એક વિદેશી તરીકે રહેવા માટે હોંગકોંગ સતત બીજા વર્ષે વિશ્વનું સૌથી મોંઘું શહેર જાહેર થયું છે. જ્યારે બીજા સ્થાને ન્યૂયોર્ક અને ત્રીજા ક્રમે જીનીવા છે. ECA ઇન્ટરનેશનલના જણાવ્યા પ્રમાણે, ગત વર્ષેમાં ઊંચી કિંમતો અને મજબૂત કરન્સીને કારણે આ એશિયન શહેર યાદીમાં ટોચના ક્રમે પહોંચ્યું હતું. સંસ્થાએ આ વર્ષે માર્ચમાં ફરીથી તે અંગેનો અભ્યાસ હાથ ધર્યો હતો, જેમાં લંડન અને ટોકિયોએ પ્રથમ પાંચમાં સ્થાન મેળવ્યું છે. લંડન અને ન્યૂયોર્કમાં ભાડું અનુક્રમે 20 ટકા અને 12 ટકા વધ્યું હોવાથી તે બંને શહેરો આ સ્થાને પહોંચ્યા છે. જીવન શૈલીમાં ખર્ચ અંગેના અન્ય રીપોર્ટમાં ભાડું, પેટ્રોલ અને સુવિધાઓમાં નોંધપાત્ર વધારો થયો હોવા છતાં સિંગાપોર 13મા સ્થાને છે. સર્વેક્ષણના અંતિમ સમયગાળા દરમિયાન અન્ય સ્થાનિક કરન્સી સામે સિંગાપોર ડોલર નબળો પડવાથી ત્યાં મોંઘવારીની વધારે જોવા મળતી નથી, તેમ ECAએ જણાવ્યું હતું. યેન નબળો પડવાથી જાપાનના તમામ શહેરો ક્રમમાં નીચે આવી ગયા, જ્યારે યુઆન મજબૂત થવાથી ચીનના શહેરોનો ક્રમ ઉપર વધ્યો હતો, શાંઘાઈ અને ગુઆંગઝુએ અનુક્રમે આઠમું અને નવમું સ્થાન મેળવ્યું હતું.
પેટ્રોલના ભાવમાં તમામ શહેરોમાં એક વર્ષ અગાઉની સરખામણીમાં સરેરાશ 37 ટકાનો વધારો જોવા મળ્યો હતો, જ્યારે બૈરુતમાં 1,128 ટકાનો વધારો નોંધાયો હતો. તુર્કીનું અંકારા એ વિદેશીઓ માટે વિશ્વનું સૌથી સસ્તું શહેર છે. યુક્રેન યુદ્ધના કારણે પાંચ સ્થાને નીચે ઉતરીન ઘટીને 207માં સ્થાને આવ્યા પછી ખાદ્ય તેલના ભાવમાં ગત વર્ષે સરેરાશ 25 ટકાનો વધારો જોવા મળ્યો હતો, જ્યારે રેન્કિંગમાં તહેરાનમાં પેટ્રોલ-ડીઝલના ભાવ સૌથી સસ્તા હતા, ત્યાં એક લીટર પેટ્રોલની કિંમત માત્ર 0.09 ડોલર હતી.
હોંગકોંગમાં કોફીના એક કપની કિંમત 5.21 ડોલર, પેટ્રોલ 3.04 ડોલરે પ્રતિ લીટર અને એક કિલો ટમેટાનો ભાવ 11.51 હોવાથી તે સૌથી મોંઘુ શહેર બન્યું છે.