**EDS: FACEBOOK IMAGE POSTED BY @rahatindoriofficial** New Delhi: An undated photo of noted poet and lyricist Rahat Indori, who tested positive for COVID-19, dies of a heart attack in Indore, Tuesday, Aug. 11, 2020. (PTI Photo)(PTI11-08-2020_000106B)

ઉર્દૂ ને હિંદીના વિખ્યાત શાયર રાહત ઇન્દોરીનું મંગળવારે હાર્ટ એટેકના કારણે નિધન થયું છે. 10 ઓગષ્ટ એટલે કે સોમવારે તેમને કોરોના વાયરસનો ચેપ લાગ્યાની પુષ્ટિ થઇ હતી. ત્યારબાદ તેમને સારવાર માટે મધ્ય પ્રદેશના ઇન્દોરમાં આવેલા અરવિંદો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. રાહત ઇન્દોરીના દીકરા સતલજે આ વાતની જાણકારી આપી હતી, ઉપરાંત બાદમાં રાહત ઇન્દોરીએ પણ ટ્વિટ કરીને પોતોને કોરોના થયો હોવાની વાત કહી હતી.

રાહત ઇન્દોરીએ કરેલા ટ્વિટમાં લખ્યું હતું કે, ‘કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવતા હું અરવિંદો હોસ્પિટલમાં દાખલ થયો છું. પ્રાર્થના કરો કે હહું જલ્દી આ બિમારીને હરાવી શકુ.’ ત્યારે આ પ્રાર્થના કદાચ કામ ના આવી. કોરોના તો બાજુ પર રહ્યો પરંતુ હાર્ટ એટેકના કારણે તેનનું મૃત્યુ થયું છે. રાહત ઇન્દોરીને પહેલાથી જ શુગર અને હાર્ટ એટેકની બીમારી હતી. અરવિંદો હોસ્પિટલના ડોક્ટરે જણાવ્યું કે હોસ્પિટલમાં દાખલ થયા બાદ તેમને બે વખત હાર્ટ એટેક આવ્યો. ત્યારબાદ તેમને બચાવી શકાયા નહીં.

ડોક્ટરના જણાવ્યા પ્રમાણે તેમને 60 ટકા ન્યુમોનિયા હતો, 70 ટકા ફેફસા ખરાબ હતા. ઉપરાંત હાઇપર ટેંશન અને ડાયાબિટીસની બિમારી પણ હતી. રાહત ઇન્દોરી સુપ્રિદ્ધ ઉર્દૂના શાયર હતા. સાથે જ તેમણે બોલિવૂડ માટે ગીતો પણ લખ્યા છે. તેમની ઉંમર 70 વર્ષની હતીં. મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે ટ્વિટ કરીને તેમના મૃત્યુ અંગે દુખ વ્યક્ત કર્યુ છે.