એટલાન્ટા સ્થિત હોટેલિયર માઇક પટેલના પત્ની  હસ્મિતા પટેલને 61 વર્ષની વયે ગત સપ્તાહે સંખ્યાબંધ લોકોએ ભાવનાત્મક વિદાય આપી હતી. હસ્મિતા પટેલનું ગુરૂવારે તા. 6 ઓગસ્ટના રોજ તેમના પરિવારના સદસ્યોની ઉપસ્થિતિમાં નિધન થયું હતું. હાસ્મિતા પટેલ એટલાન્ટા સ્થિત ઇમોરી યુનિવર્સિટી હોસ્પિટલમાં ઇન્ટેન્સિવ કેર યુનિટમાં સારવાર હેઠળ હતા.

શનિવારે તા. 10 ઑગસ્ટના રોજ એટલાન્ટામાં તેમની અંતિમક્રિયા કરવામાં આવી હતી, જેમાં તેમના નિકટના પરિવારજનો અને સંબંધીઓ સહિત વિશ્વભરના મિત્રો અને સબંધીઓ વર્ચ્યુઅલી ઉપસ્થિત થયા હતા. તેમના પતિ માઇકે કહ્યું હતું કે ‘દરરોજતેમની સાથેનું જીવન સ્મિત જેવું હતુંખાસ કરીને અંતિમ સપ્તાહોમાં.

કમ્પાલાયુગાન્ડામાં જન્મેલા હસ્મિતા તેમના પરિવાર સાથે લંડન આવ્યા હતાં, ત્યાં શિક્ષણ લીધું હતું અને પછી બ્રિટિશ સિવિલ સર્વિસમાં તથા અન્ય વિવિધ પોસ્ટ્સ પર તેમણે કામ કર્યું હતું. માઇક અને હસ્મિતા 1981માં નવરાત્રિ મહોત્સવ દરમિયાન મળ્યા હતાં અને તેમણે 1984માં લગ્ન કર્યા હતાં.

લગ્ન પછી તરત જ તેઓ યુ.એસ. – એટલાન્ટા ગયા હતાં. ત્યાં તેમણે હોટલસ્થાવર મિલકત અને બેંકિંગ બિઝનેસની સ્થાપના કરી હતી. તેમને બે બાળકોપુત્રી આયેશા અને પુત્ર ઋષિ છે. માઇકે 1998થી 1999 દરમિયાન એશિયન અમેરિકન હોટલ ઓનર્સ એસોસિએશનના અધ્યક્ષ તરીકે સેવા આપી હતી.

અંતિમ સંસ્કાર વખતે સંબોધન કરતા ઇસ્કોન એટલાન્ટા મંદિરના કો-પ્રેસિડેન્ટ પ્રભુ એચ.જી. વેદાસારા દાસે કહ્યું હતું કે “એક વ્યક્તિએ મને કહ્યું હતું કે તમે જ્યારે પણ તેમના ઘરે જાવ કે તેમને મળવા જાવ ત્યારે હસ્મિતા સૌથી પહેલા તમને પૂછે કે તમે કેમ છોતેનાથી આગળ વધીને તે હંમેશા કહેતા ‘’પ્લીઝ તમે બેસોમને પિરસવા દો. આ કોઈ ભૌતિક ગુણવત્તા નથીહંમેશાં હૃદયથી કાર્ય કરવા માટેનું આ એક આધ્યાત્મિક લક્ષણ છે. હસ્મિતા પટેલ હંમેશા હૃદયથી કામ કરતા હતા.”

માઇક પટેલે જણાવ્યું હતું કે “હસ્મિતા મારી કરોડરજ્જુ હતીતેના કારણે જ હું બીજાની સેવા અને મદદ કરી શકું છું. તેણે મને ટેકો આપ્યોમને પ્રોત્સાહન આપ્યું. જ્યારે હું કોઇક પર ક્યારેક ગુસ્સે થતો કે તેમને શિક્ષા કરતો ત્યારે તે મને કહેતી હતી કે દરેકને બીજી તક આપોકોઈને ત્રીજી તક પણ આપો. તેણે મને પોતાને અન્ય વ્યક્તિના શુઝમાં પગ રાખીને વિચારતા શીખવ્યું હતું.”

તેમના પુત્ર ઋષિએ તેના માતા સાથે બંધબેસતી એક કહેવત યાદ કરતાં જણાવ્યું હતું કે ‘’જ્યાં ઘણા લોકો ઈંટ જોતા હોય છે ત્યાં મારી માતા દિવાલ જુએ છે. મને લાગે છે કે તેઓ જે રીતે પોતાનું જીવન જીવ્યા તે એક ખૂબ જ મહત્વપૂર્ણ પાસુ છેતે હંમેશા બીજુ અને મોટું ચિત્ર જોતા હતા. દેખિતી રીતે જ તેમનું કુટુંબ તેમના માટે ઘણું બધું હતું. અને જ્યારે હું તેમને બધું પાછળ છોડીને જતાં જોઉં છું ત્યારે હું ખૂબ જ દુ:ખી થાઉં છું.”

તેમના પુત્રી આયેશાએ કહ્યું હતું કે ‘’મારી માતાએ તેમને ઉદાહરણ દ્વારા કરુણા શીખવી હતી. તેઓ મને અત્યાર સુધી મળેલા સૌથી કરુણા ધરાવતા વ્યક્તિઓ પૈકીના પ્રથમ છે. મારી માતાએ કરુણાની આ સમજ મૂર્તિમંત કરી. તેઓ ખૂબ જ વિચારશીલદયાળુ અને નિ:સ્વાર્થ આત્મા હતા.’’

માઇક પટેલ યુ.એસ.માં ભારતીય સમુદાયના એક અગ્રણી સભ્ય છે. અમેરિકી રાષ્ટ્રપતિ ક્લિન્ટનના વ્હાઇટ હાઉસ ઇનિશિયેટિવમાં તેમણે એશિયન અમેરિકન્સ એન્ડ પેસિફિક આઇલેન્ડર્સના કમિશ્નર તરીકે સેવા આપી હતી અને રાષ્ટ્રપતિ ક્લિન્ટનની 2001ની ભારતની યાત્રા વખતે પણ માઇક પટેલ તેમના કાફલામાં તેમની સાથે જોડાયા હતા.

માઇકફેર ફ્રેન્ચાઇઝીંગ ઇનિશિયેટિવના સહ-સ્થાપક પણ છેનાની વ્યવસાયિક બ્રાન્ડેડ હોટલોની ટ્રીટમેન્ટ અંગે ફ્રેન્ચાઇઝીની ચિંતાઓને અવાજ આપવા માટે માર્ચમાં 300થી વધુ હોટલ માલિકોનાં જૂથની રચના કરવામાં આવી હતી.

ગરવી ગુજરાત અને સોલંકી પરિવાર તરફથી અંજલિ

ગરવી ગુજરાત અને સોલંકી પરિવારે હસ્મિતા પટેલના દુ:ખદ અવસાન અંગે હૃદયપૂર્વક શોક વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે ‘’માઇક અને હસ્મિતા ત્રણ દાયકા કરતા વધુ સમયથી ગાઢ પારિવારીક મિત્રો હતા અને એટલાન્ટાજ્યોર્જિયામાં ગરવી ગુજરાતનો પાયો નાખવામાં તેઓ મદદરૂપ બન્યા હતા. ત્યાંથી અમે ગરવી ગુજરાત અને એશિયન હોસ્પિટાલિટીનું યુએસ સંસ્કરણ પ્રકાશિત કરીએ છીએ. હસ્મિતા એક વિવેકપૂર્ણનિ:સ્વાર્થ આત્મા હતા, તેઓ તેમની ભરપૂર ઉદારતા અને પ્રેમથી ઘણા લોકોના જીવનને સ્પર્શી ગયા હતાં. તેમણે સેંકડો લોકોને મદદ કરી હતી અને અમને આવા ઉમદા આત્માને જાણવાનો લહાવો મળ્યો હતો. આ દુ:ખદ નુકસાનથી અમે બધાં ગમગીન છીએ.’’