કેરટેક હોલ્ડિંગ્સ પીએલસી (‘કેરટેક’) ના સ્થાપક અને ગરવી ગુજરાત – ઇસ્ટર્ન આઇના એશિયન બિઝનેસ એવોર્ડ્સ 2019માં ‘એશિયન બિઝનેસ ઑફ ધ યર એવોર્ડ’ વિજેતા ફારૂક શેખને સ્પેશ્યાલીસ્ટ સોશ્યલ કેરમાં સેવાઓ આપવા બદલ મોસ્ટ એક્સેલેન્ટ ઓર્ડર ઓફ ધ બ્રિટીશ એમ્પાયર (OBE) એનાયત કરાયો છે.

અગ્રણી એશિયન લીડર અને ફીલાન્થ્રોપીસ્ટ ફારૂક શેખે 1993માં ભાઇ હારૂન શેખ સાથે નાના કેર હોમથી કેરટેકની શરૂઆત કરનાર ફારૂકનું ગૃપ યુકેમાં નિષ્ણાત કેર આપતી સૌથી મોટી અને સૌથી વધુ આદર મેળવનાર ગૃપ બની ગયુ છે. આ ગ્રુપ હવે 550થી વધુ રેસિડેન્શીયલ ફેસીલીટી અને યુકેભરમાં નિષ્ણાત શાળાઓ દ્વારા 5500થી વધુ લોકોને સેવાઓ આપે છે અને 10,000થી વધુ સ્ટાફ ધરાવે છે.

કેર અને કેર ગવર્નન્સના ઉચ્ચતમ ધોરણો માટે પ્રતિબદ્ધ, કેરટેક 4,500થી વધુ પુખ્ત વયના લોકો અને બાળકોને જટિલ જરૂરિયાતો તેમજ આસીસ્ટીવ ટેક્નોલોજીકલ સોલ્યુશન્સ સાથે ઉચ્ચ પ્રશંસાપાત્ર કેર પૂરી પાડે છે. આ જૂથે તાજેતરમાં યુએઈમાં પણ વિસ્તરણ કર્યું છે.

એવોર્ડ મળ્યા પછી, ફારૂક શેખે કહ્યું હતું કે“આ એવોર્ડ મળવા બદલ હું ગર્વ અનુભવુ છું અને મારા ભાઇ હારુન અને હું તેમજ કેરટેક પરિવારના બધા વતી સ્વીકારું છું. અમે સંયુક્તપણે યુકેના અગ્રણી કેર હોમ તરીકે કેરટેકની સંયુક્ત રૂપે રચના કરી છે. અમારૂ કેરટેક ફાઉન્ડેશન પણ સારું કાર્ય કરે છે. એક કુટુંબ તરીકે, અમે સ્થાનિક અને વૈશ્વિક સમુદાયોને મદદ કરવામાં અમારી ભૂમિકા નિભાવતા રહીશું.”

કેરટેક પીએલસી અને કેરટેક ચેરીટેબલ ફાઉન્ડેશનના ફારૂક શેખે જણાવ્યું હતું કે 2017માં, કેરટેક ચેરીટેબલ ફાઉન્ડેશનની શરૂઆત સામાજિક સંભાળ ક્ષેત્રમાં પ્રથમ કોર્પોરેટ ફાઉન્ડેશન તરીકે કરવામાં આવી હતી. જે સોશ્યલ કેર ક્ષેત્ર, કેર વર્કર્સ અને કેરમાં રહેતા લોકોનું સમર્થન આપી ચેમ્પિયન બનાવવાનું કામ કરે છે.

પ્રથમ ત્રણ વર્ષોમાં, કેરટેક ફાઉન્ડેશન લગભગ 275,000 લાભાર્થીઓને સમર્થન અને £1.5 મિલિયનની ગ્રાન્ટ આપી ચૂક્યું છે અને અન્ય દાતાઓ પાસેથી તે જ લાભ મેળવવાની અપેક્ષા છે. ફાઉન્ડેશને તેના હાર્ડશીપ ફંડ દ્વારા જરૂરિયાતમંદ 170 વ્યક્તિઓને પણ ટેકો આપ્યો છે. કેરટેક કર્મચારીઓ દ્વારા નોમિનેટ થયેલી 50 ચેરિટીઝને ભંડોળ આપવામાં આવ્યું છે.

કેરટેકના સીઈઓ હારૂન શેખે જણાવ્યું હતું કે,“મારા ભાઈ અને મેં હંમેશા અમારા સમુદાયોને શ્રેષ્ઠ સંભવિત સહાય આપવાનો પ્રયત્ન કર્યો છે. સાથે મળીને અમારી મુસાફરીમાં તેમના ભાગની યોગ્ય માન્યતા માટે હું મારા ભાઈ બદલ મને કેટલો ગર્વ છે તે હું તમને કહી શકું નહીં. ”

અન્ય સખાવતી કાર્યો સાથે સંકળાયેલા ફારૂક કોઝારાફ ફાઉન્ડેશનના સ્થાપક ટ્રસ્ટી છે અને તેઓ પ્રિન્સ ઑફ વેલ્સના પ્રિન્સેસ ટ્રસ્ટમાં બોર્ડ મેમ્બર અને ફાઉન્ડર એન્ટરપ્રાઇઝ ફેલો પણ છે.

કેરટેક ફાઉન્ડેશનના સીઈઓ જોનાથન ફ્રીમેને કહ્યું હતું કે“ફારૂકે સામાજિક સંભાળ ક્ષેત્રે જે અસર ઉભી કરી છે તેના માટે આ પ્રતિષ્ઠિત એવોર્ડ એનાયત કરાયો છે.”