સ્ટોકહોમમાં અર્થશાસ્ત્રના નોબેલ પ્રાઇસના વિજેતાની જાહેરાત દરમિયાન સ્ક્રીન પર અમેરિકાના અર્થશાસ્ત્રીઓ પોલ મિલગ્રોમ અને રોબર્ટ વિલ્સનના પિક્ચર્સ સ્ક્રીન પર દર્શાવવામાં આવ્યા હતા. (Photo by ANDERS WIKLUND/TT News Agency/AFP via Getty Images)

નવા ઓક્શન ફોર્મેટની શોધ અને ઓક્શન થીયરીમાં સુધારા માટે માટે પોલ આર મિલગ્રોમ અને રોબર્ટ બી વિલ્સનને અર્થશાસ્ત્રનો નોબેલ પુરસ્કાર આપવાની સોમવારે જાહેરાત થઈ હતી.

નોબલ સમિતિએ કહ્યું કે, અમેરિકન અર્થશાસ્ત્રીઓ પોલ મિલગ્રોમ અને રોબર્ટ વિલ્સનને કોમર્શિયલ હરાજીમાં પોતાના કામ માટે નોબલ અર્થશાસ્ત્ર પુરસ્કાર જીત્યો છે. હરાજીના સિદ્ધાંત અને નવી હરાજીના પ્રારુપોના આવિષ્કારમાં સુધારા માટે બંન્નેને સમ્માનિત કરવામાં આવ્યા છે.

અર્થશાસ્ત્રના નોબલ પુરસ્કારની જાહેરાત સાથે જ નોબલ પુરસ્કાર સપ્તાહનું સમાપન થઈ ગયું હતું. ગત વર્ષે આ પુરસ્કા મેસાચ્યૂસેટ્સ ઈન્સ્ટીટ્યૂટ ઓફ ટેક્નોલોજીને બે રિસર્ચર્સ અને હાવર્ડ યૂનિવર્સિટીના એક રિસર્ચરને આપવામાં આવ્યું હતું. વર્ષ 2019માં આ પુરસ્કાર ભારતીય મૂળના અભિજીત બેનર્જી અને તેની પત્નિ એસ્થર ડુફ્લો અને હાર્વર્ડના પ્રોફેસર માઈકલ ક્રેમરને આપ્યો હતો.