42 વર્ષીય બ્રિટીશ એશિયન એવોર્ડ વિજેતા પર્સનલ ટ્રેનર અને ત્રણ બાળકોની માતા લવિના મહેતા (શાહ)ને કોવિડ-19 દરમિયાન હેલ્થ એન્ડ ફીટનેસ સેવાઓ માટે એમબીઇ સન્માન એનાયત કરવામાં આવ્યું છે. તેણીનું ધ્યેય લોકોને શારીરિક, માનસિક અને ભાવનાત્મકરૂપે ‘ફીલ ગુડ’ કરાવવાનું છે.

બ્રિટીશ લોકોની તુલનામાં એશિયન લોકો ડાયાબિટીઝ અને હ્રદય રોગનું ઉંચું જોખમ ધરાવતા હોવાના અને શારીરિક રીતે ઓછા સક્રિય હોવાના આંકડાઓથી પ્રેરાયેલી લવિના અસાધ્ય રોગોના ઉપચાર, તેના નિવારણ અને ઘટાડવા માટે કસરત દ્વારા થતા લાભોનો પ્રચાર કરી રહી છે. લૉકડાઉન પહેલાં તેણે

પરિવાર સાથે “ગેટ યુકે એશિયન ફિટ” નામનું 21 દિવસીય રાષ્ટ્રીય વર્કઆઉટ અભિયાન અંતર્ગત દિવસમાં બે વખત નિ:શુલ્ક વર્ચ્યુઅલ વર્કઆઉટ્સ લેસન આપ્યાં હતાં. તેણે “એક્સરસાઇઝ ફોર સેનિટી નોટ વેનિટી” સૂત્ર આપ્યું હતું.

લવિનાના અંગ્રેજી અને ગુજરાતીમાં વરિષ્ઠ લોકો માટેના મફત ઘરેલું વર્કઆઉટ્સમાં તેના 72 વર્ષના સાસુ પણ જોડાયા હતા જેને નેશનલ ટીવી અને રેડિયોમાં સ્થાન અપાયું હતું. જેણે સમાજના હજારો વૃદ્ધ સભ્યોને તેમાં સામેલ થવા પ્રેરણા આપી હતી. તે ટૂકડે ટૂકડે કરાતી કસરતના હિમાયતી છે. લવિના ટીવી અને રેડિયો પર પણ કસરતનાં કારણે થતાં લાભોને પ્રોત્સાહન આપી રહી છે. બાર વર્ષ પહેલાં ત્રીજા પુત્રના જન્મ પછી વર્લ્ડ પ્રોજેક્ટ મેનેજર તરીકેની કૉર્પોરેટ કારકીર્દિ છોડ્યા લવિના વર્ચ્યુઅલ ઑનલાઇન ટ્રેઇનીંગ એપ્લિકેશન દ્વારા મહિલાઓને લોકોને તાલીમ આપી રહી છે.