કોરોના મહામારીને કારણે ગુજરાતની 6 મહાનગર પાલિકા 55 નગરપાલિકા અને 31 જિલ્લા પંચાયત અને 231 તાલુકા પંચાયતની ચૂંટણી ત્રણ મહિના મુલતવી રાખવાની સોમવારે ચૂંટણી પંચે સત્તાવાર જાહેરાત કરી છે.

ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની મુદત ડિસેમ્બર અંતમાં પૂર્ણ થાય છે. દરમિયાનમાં વિધાનસભાની 8 બેઠકની પેટાચૂંટણી જાહેર કરવામાં આવી હતી તે બાદ ડિસેમ્બરમાં કોર્પોરેશન નગરપાલિકા જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણી યોજવાનું નક્કી કરવામાં આવનાર હતું પરંતુ હાલની કોરોના મહામારી ને ધ્યાનમાં રાખીને ત્રણ મહિના સુધી ચૂંટણી નહીં યોજવાનું ચૂંટણી પંચે જાહેર કર્યું છે.
ડિસેમ્બરમાં મુદત પૂરી થયા બાદ ત્રણ મહિના વહીવટદારની નિમણૂક કરવામાં આવશે. ચૂંટણી પંચે ત્રણ મહિના પછી કોરોના મહામારી ની સમીક્ષા કરીને ચૂંટણીની તારીખો નક્કી કરાશે