કોરોનાના નવા વેરીઅન્ટ-ઓમિક્રોનનો ફેલાવો વિશ્વભરમાં વધતા તેની અસર ક્રિસમસના વીકએન્ડ પર જોવા મળી હતી. એક અંદાજે પ્રમાણે વિશ્વભરમાં વિવિધ એરલાઈન્સ દ્વારા અંદાજે 5700થી વધુ ફ્લાઈટ્સ રદ કરવામાં આવી હતી. અમેરિકામાં કોરોનાના કેસમાં થોડો ઘટાડો થયો છે. અમેરિકામાં એક દિવસમાં કોરોનાના 1.97 લાખ કેસ નોંધાયા હતા અને વધુ 747 લોકોના મોત થયા હતા. કેલિફોર્નિયામાં કોરોનાના નવા કેસમાં 50થી 70 ટકા કેસ ઓમિક્રોનના છે. વિશ્વમાં કોરોનાના કુલ કેસ 27.95 કરોડને પાર થયા છે જ્યારે મૃત્યુઆંક 54.12 લાખથી વધુ થયો છે.
વિશ્વમાં ક્રિસમસ અગાઉ જ ઓમિક્રોનના કેસ વધતા વિવિધ એરલાઈન્સે શુક્રવારે 2401 અને ક્રિસમસના દિવસે 2500 ફ્લાઈટ્સ રદ કરી હતી, જેમાંથી 8700 ફ્લાઈટ્સનું અમેરિકાના જુદાજુદા એરપોર્ટ્સથી સંચાલન થવાનું હતું. આ ઉપરાંત અન્ય દસ હજાર જેટલી ફ્લાઈટ્સ મોડી પડી હતી. ફ્લાઈટ્સનું ટ્રેકિંગ કરતી વેબસાઈટ ફ્લાઈટઅવેર.કોમના જણાવ્યા મુજબ સમગ્ર વિશ્વમાં ક્રિસમસના દિવસે 2500 ફ્લાઈટ્સ રદ કરાઈ હતી.