Gandhi and some parts of RSS removed from history books
(istockphoto.com)

મહાત્મા ગાંધીએ સ્થાપેલી ગુજરાત વિદ્યાપીઠના 102 વર્ષના ઇતિહાસમાં કુલપતિ તરીકે પ્રથમ વાર બિનગાંધીવાદીની વરણી થશે. ગુજરાત વિદ્યાપીઠની ગવર્નિંગ કાઉન્સિલે નવા કુલપતિ તરીકે ગુજરાતના ગવર્નર આચાર્ય દેવવ્રતને આમંત્રણ આપવાનો મંગળવાર (4 ઓક્ટોબર)એ સર્વસંમતીથી નિર્ણય કર્યો હતો, એમ એક યાદીમાં જણાવાયું હતું.  

વિદ્યાપીઠના નવા કુલપતિ માટે ટ્રસ્ટી મંડળની બેઠકમાં બહુમતિથી આચાર્ય દેવવ્રતના નામની પસંદગી કરાઈ હતી. કેટલાક ગાંધીવાદી સભ્યોએ આ મુદ્દે ઉગ્ર વિરોધ વ્યક્ત કર્યો હતો અને વિરોધ અને વાદવિવાદ વચ્ચે પાંચ કલાકથી વધુ સમય માટે ચાલેલી ટ્રસ્ટી મંડળની બેઠકમાં આચાર્ય દેવવ્રતના નામની પસંદગી સાથેનો ઠરાવ પસાર કરાયો હતો. 

ગૂજરાત વિદ્યાપીઠના કુલપતિ ડૉ.ઈલાબહેન ભટ્ટે થોડા સમય પહેલા રાજીનામુ આપ્યું હતું. ઈલાબહેન ભટ્ટનો કુલપતિ તરીકેનો કાર્યકાળ હજુ  બાકી હતો, પરંતુ તબીયત સારી ન રહેતી હોવાથી તેઓએ ટ્રસ્ટી મંડળ સમક્ષ રાજીનામુ આપ્યું હતું અને જે આજની બેઠકમાં સ્વીકારી લેવાયુ હતું. જોકે ૧૮મી ઓક્ટોબરે ગૂજરાત વિદ્યાપીઠનો પદવીદાન સમારોહ હોવાથી ૧૮મી સુધી તેઓ કુલપતિ રહેશે અને ૧૯ ઓક્ટોબરથી અમલ થશે. 

નવા કુલપતિ માટે આચાર્ય દેવવ્રતના નામનો પ્રસ્તાવ મુકવામા આવ્યો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર  ટ્રસ્ટી મંડળની બેઠકમાં ૨૪ સભ્યો હાજર હતા અને જેમાંથી આઠ સભ્યોએ ભારે વિરોધ કર્યો હતો. કેટલાક ગાંધીવાદી સભ્યોએ દલીલ કરી હતી કે શિક્ષણ અને સામાજિક ક્ષેત્રે અન્ય પણ ઘણા નામો છે જેઓમાંથી કોઈની પસંદગી કરી શકાય. પરંતુ ૨૪માંથી ૧૫થી વધુ એટલે કે બે તૃતિયાંશ સભ્યો આચાર્ય દેવવ્રતને કુલપતિ બનાવવા માટે સહમત હતા. ઉગ્ર વિરોધ અને દલીલો સાથે બેઠકમાં ઉગ્ર વાતાવરણ થઈ ગયુ હતુ અને લગભગ પાંચ કલાકથી વધુ સમય માટે ટ્રસ્ટી મંડળની બેઠક ચાલી હતી. 

LEAVE A REPLY

1 + eight =