Nobel Prize in Physics awarded to three scientists for their contribution to quantum technology
(Photo by JONATHAN NACKSTRAND/AFP via Getty Images)

આ વર્ષનું ફિઝિક્સનું નોબેલ પ્રાઇઝ એલેન આસ્પેક્ટ, જોહન એફ ક્લોઝર અને એન્ટોન ઝીલિન્ગરને સંયુક્ત રૂપે એનાયત કરવામાં આવ્યું છે. આ ત્રણ સંશોધકોને ક્વોન્ટમ ઇન્ફર્મેશન આધારિત નવી ટેકનોલોજી માટે મહત્ત્વપૂર્ણ યોગદાન આપવા બદલ સ્ટોકહોમમાં રોયલ સ્વિડિશ એકેડમી ખાતે આ પુરસ્કાર આપવામાં આવ્યો હતો.  

આ વૈજ્ઞાનિકોએ એન્ટેગલ ક્વોન્ટમ સ્ટેટ્સનો ઉપયોગ કરીને મહત્ત્વપૂર્ણ પ્રયોગો કર્યા હતા, જેમાં બે કણોને અલગ કરવામાં આવે તો પણ એક જ એકમની જેમ કામ કરે છે. આ સફળ પ્રયોગોને કારણે ક્વોન્ટમ ઇન્ફર્મેશન આધારિત નવી ટેકનોલોજી માટેનો માર્ગ મોકળો થયો છે. તેમણે ક્વોન્ટમ ઇન્ફર્મેશન સાયન્સ, બેલ થીયરીમાં અસમાતનાના ઉલ્લંઘનને સ્થાપિત કરવા અને જોડાયેલા ફોટોન સાથેના સફળ પ્રયોગો કર્યા હતા.  

પ્રથમ દર્શીય રીતે રોજિંદા જીવનમાંથી દૂર થઈ હોય ઘણી સમસ્યાનો ભૌતિકશાસ્ત્રીઓ સામનો કરતા હોય છે. સુક્ષ્મ કણો તથા અવકાશ અને સમયના વિશાળ રહસ્યો જેવી આ સમસ્યાઓ છે. તેમના રિસર્ચથી વિજ્ઞાનના ઘણા વ્યવહારુ ઉપયોગનો પાયો બનશે. 

ક્વોન્ટમ કમ્પ્યૂટર્સના નિર્માણ, મેઝરમેન્ટમાં સુધારો, ક્વોન્ટમ નેટવર્કના નિર્માણ અને સુરક્ષિત ક્વોન્ટમ એનક્રીપ્ટેડ કમ્યુનિકેશનની સ્થાપના માટે સુક્ષ્મ કણોના વ્યક્તિગત માળખાના વિશેષ ગુણધર્મનો ઉપયોગ કરવા માટેનું હાલમાં સઘન રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ (આર એન્ડ ડી) ચાલુ છે. 

નોબેલ કમિટીના સભ્ય ઇવા ઓલસોને જણાવ્યું હતું કે ક્વોન્ટમ ઇન્ફર્મેશન સાયન્સ વાઇબ્રન્ટ છે અને ઝડપથી વિકસતું ક્ષેત્ર છે. તેના સુરક્ષિત રીતે માહિતીના ટ્રાન્સફર, ક્વોન્ટમ કમ્પ્યૂટિંગ અને સેન્સિંગ ટેકનોલોજી જેવા ક્ષેત્રમાં વ્યાપક અને સંભવિત અસરો થશે.  

ગયા વર્ષે આ પુરસ્કાર ત્રણ વૈજ્ઞાનિકોને આપવામાં આવ્યો હતો. સ્ક્યુકોરો મનાબે, ક્લોસ હેસલમેન અને જિયોર્જિયો પેરિસીએ કુદરતી જટિલ બળોને સમજવવામાં અને આગાહી કરવામાં મદદ મળે તેવું સંશોધન કર્યું હતું. તેનાથી ક્લાઇમેટ ચેન્જ અંગેની સમજ વિસ્તૃત બની હતી.  

વિવિધ ક્ષેત્રોમાં નોબેલ પ્રાઇઝની જાહેરાતોનો પ્રારંભ સોમવારથી થયો છે. સોમવારે સ્વીડિશ વૈજ્ઞાનિક સ્વાન્તે પાબોને મેડિસિન માટેનો નોબેલ પુરસ્કાર આપવામાં આવ્યો હતો. તેમને માનવ ઉત્કાંતિ સંબંધિત મહત્ત્વની શોધ માટે આ ઇનામ આપવામાં આવ્યું હતું. બુધવારે કેમિસ્ટ્રી માટે અને ગુરુવારે સાહિત્ય માટેના નોબેલ ઇનામની જાહેરાત થશે. 2022ના નોબેલ શાંતિ પુરસ્કારની જાહેરાત શુક્રવારે થશે. 10 ઓક્ટોબરે અર્થશાસ્ત્રીના નોબેલની જાહેરાત થશે. 

LEAVE A REPLY

four × two =