Morbi Tragedy, Nine arrested managers of Orewa Group
મોરબી બ્રિજ દુર્ઘટનાનો ફાઇલ ફોટો ANI/ Handout via REUTERS

ગુજરાતના ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ સોમવારે ​​સવારે જણાવ્યું હતું કે ફોજદારી કેસ નોંધવામાં આવ્યો છે અને આ દુર્ઘટનાના કારણની તપાસ માટે પાંચ સભ્યોની સમિતિની રચના કરવામાં આવી છે. કલ્પેબલ હોમિસાઇડ અને ઇરાદાપૂર્વકના કૃત્યના આરોપ સાથે કેસ નોંધવામાં આવ્યો છે. જવાબદાર લોકો સામે આકરા પગલાં લેવામાં આવશે.

મૃતકોના પરિવારજનોને રૂ.6 લાખની સહાય

વડાપ્રધાન કાર્યાલય (પીએમઓ)એ જણાવ્યું હતું કે મોદીએ દરેક મૃતકના નજીકના સંબંધીઓ માટે વડા પ્રધાન રાષ્ટ્રીય રાહત ભંડોળ (PMNRF) માંથી રૂ.2 લાખ અને ઇજાગ્રસ્ત પ્રત્યેકને રૂ. 50,000ની સહાયની જાહેરાત કરી હતી. રાજ્ય સરકારે મૃતકોના પરિજનોને 4 લાખ રૂપિયા અને ઘાયલોને 50,000 રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરી છે.

મોદીનો રોડ શો રદ, કોંગ્રેસની યાત્રા મોકૂફ

મોરબી દુર્ઘટના બાદ આ અકસ્માત બાદ વડાપ્રધાન મોદીએ રાજ્યની વિધાનસભાની ચૂંટણી પહેલા સોમવારે અમદાવાદમાં યોજાનાર તેમનો રોડ શો રદ કર્યો હતો. મંગળવારે મોદીની વર્ચ્યુઅલ હાજરીમાં યોજાનાર “પેજ સમિતિ સંમેલન”ને મુલતવી રાખવામાં આવ્યું હતું, એમ ભાજપના સૂત્રોએ જણાવ્યું હતું. ગુજરાત પ્રદેશ કોંગ્રેસે જણાવ્યું હતું કે પક્ષે સોમવારે શરૂ થનારી તેની ‘પરિવર્તન સંકલ્પ યાત્રા’ એક દિવસ માટે મોકૂફ રાખી હતી.આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયાએ પણ જણાવ્યુ હતું કે મોરબીના મૃતકો અને પીડિતોને સહાનુભૂતિ આપવા આખા દિવસ દરમિયાન અમે કોઈપણ રાજકીય કાર્ય નહીં કરીએ.

LEAVE A REPLY

14 − eight =